Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતને ઈડીનું સમન્સ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ તેમને જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યા છે અને આવતીકાલે હાજર થવા માટે કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમન સંજય રાઉતને પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મોકલવામાં આવ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતને આ કૌભાંડ સાથે શું લેવાદેવા છે? જે એચડીઆઇએલના ડિરેક્ટરો પ્રવીણ રાઉત, સારંગ વાધવાન, રાકેશ વાધવાન છે. પ્રવીણ રાઉત અને સારંગની ૨૦૨૦માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ દરમિયાન સંજય રાઉતનું કનેક્શન સામે આવ્યું હતું. પ્રવીણ રાઉત શિવસેના સાંસદ સંજય રાઉતના મિત્ર છે.પીએમસી બેંક કૌભાંડ કેસમાં પ્રવીણનું નામ પણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષાને ૫૫ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી હતી, જેનો ઉપયોગ રાઉત પરિવારે દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કર્યો હતો. આ સંદર્ભમાં ઈડી એ વર્ષા અને માધુરી રાઉતના નિવેદનો નોંધ્યા હતા. નોંધનીય છે કે ૫ એપ્રિલે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી અને તેમની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, તપાસ એજન્સીએ રાઉતના અલીબાગમાં આઠ પ્લોટ અને દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ-એનસીપી સરકારે નિર્ણય લીધો હતો કે પત્રચાલમાં રહેતા ૬૭૨ ભાડૂતોને ફ્લેટ મળશે. આ માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પેટાકંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કરાર મુજબ, ૬૭૨ ફ્લેટ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલના ભાડૂતોને આપવાના રહેશે અને ૩,૦૦૦ ફ્લેટ એમએચડીએ ને સોંપવાના રહેશે. આ ફ્લેટ ૪૭ એકર જમીનમાં બનવાના હતા. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભાડૂતો અને એમએચડીએ માટે ફ્લેટ તૈયાર કર્યા પછી બાકી રહેલી જમીનને વેચાણ અને વિકાસ માટે મંજૂરી આપવી પડશે. કોણ શું અને કેવી રીતે કરશે તે બધું નક્કી હતું. પરંતુ કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને તેમ કર્યું ન હતું. પેઢીએ ન તો ચાલના લોકો માટે ફ્લેટ બનાવ્યા કે ન તો એમએચડીએ ને કોઈ ફ્લેટ આપ્યો. કંપનીએ આ જમીન અન્ય આઠ બિલ્ડરોને રૂ. ૧,૦૩૪ કરોડમાં વેચી હતી. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન એન્ડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે ૐડ્ઢૈંન્ના લોકો આ કૌભાંડમાં સામેલ હતા. આ કંપની દેશના પ્રખ્યાત પીએમસી કૌભાંડમાં પણ સામેલ છે. કંપનીના ડાયરેક્ટરે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પોતાના અને પરિવારના સભ્યોના નામે છેતરપિંડી કરીને લોન લીધી હતી. ત્યારબાદ કંપનીની એનપીએ દૂર કરવા માટે બેંકમાં ૨૫૦ કરોડ રૂપિયાની નકલી ડિપોઝીટ બતાવવામાં આવી હતી. આ પછી બેંકે એનપીએ કંપની એચડીએલ ને ફરીથી નવી લોન આપી.

Related posts

‘Only constitutional ties with Centre’ : CM KCR

aapnugujarat

ईडी ने धनशोधन मामले में मीसा भारती व अन्य के खिलाफ पूरक आरोप पत्र दायर किया

aapnugujarat

6 राज्यों में चुनाव लड़ेगी आम आदमी पार्टी : केजरीवाल

editor

Leave a Comment

UA-96247877-1