Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કેમિકલ ફ્રી થશે ખેતર, નમામિ ગંગેને નવી તાકાત મળશે : વડાપ્રધાન મોદી

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, પહેલા દેશના કિસાન પાસે આ જાણકારીનો અભાવ હતો કે તેની માટી ક્યા પ્રકારની છે, તેની માટીમાં શું કમી છે આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં કિસાનોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું મોટુ અભિયાન ચલાવવામાં આવ્યું. અમે કેચ ધ રેન જેવા અભિયાનોના માધ્યમથી જળ સંરક્ષણથી દેશના જન-જનને જોડી રહ્યાં છીએ. આ વર્ષે માર્ચ મહિનામાં દેશમાં ૧૩ મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થયું છે. તેમાં પાણીમાં પ્રદૂષણ ઓછુ કરવાની સાથે નદીના કિનારા પર વન લગાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, માટી બચાવવા માટે અમે પાંચ મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું છે. પ્રથમ- માટીને કેમિકલ ફ્રી કઈ રીતે બનાવવી. બીજુ- માટીમાં જે જીવ રહે છે, જેને તકનીકી ભાષામાં તમે ર્જીૈઙ્મર્ ંખ્તિટ્ઠહૈષ્ઠ સ્ટ્ઠીંંિ કહો છો, તેને કઈ રીતે બચાવવા. ત્રીજુ- માટીમાં ભેજ કઈ રીતે બનાવી રાખવો, તેના મૂળમાં જળની ઉપલબ્ધતા કઈ રીતે વધારવી. ચોથુ- ભૂજળ ઓછુ થવાને કારણે માટીને નુકસાન થઈ રહ્યું છે તેને દૂર કરવું. પાંચમું- જંગલમાં ઘટાડો થવાને કારણે માટીનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તેને કઈ રીતે રોકવામાં આવે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પીએમ મોદીએ દિલ્હીમાં ’માટી બચાવો ચળવળ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સંબોધન દરમિયાન પીએમ મોદીએ લોકોને કહ્યુ કે, પર્યાવરણ રક્ષાના ભારતના પ્રયાસો બહુપરીમાણીય રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ પ્રયાસ ત્યારે કરી રહ્યું છે જ્યારે ક્લાઇમેટ ચેન્સમાં ભારતની ભૂમિકા નામ માત્ર છે. તેમણે કહ્યું કે વિશ્વના મોટા આધુનિક દેશ ન માત્ર ધરતીના વધુને વધુ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ સૌથી વધુ કાર્બન એમિશન તેના ખાતામાં જાય છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમે આ વર્ષના બજેટમાં નક્કી કર્યું છે કે ગંગા કિનારે આવેલા ગામોમાં નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું, નેચરલ ફાર્મિંગનો એક વિશાળ કોરિડોર બનાવીશું. આપણા દરેક ખેતર કેમિકલ ફ્રી હશે, નમામિ ગંગે અભિયાનને પણ નવી તાકાત મળશે.

Related posts

બિમાર દાઉદ ભારત આવવા માટે ઇચ્છુક : રાજ ઠાકરેનો દાવો

aapnugujarat

લોકસભા ચૂંટણી માટે નવો નિયમ : ઉમેદવારોએ પાંચ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ જાહેર કરવા પડશે

aapnugujarat

ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે : વિદેશ મંત્રી જયશંકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1