Aapnu Gujarat
બિઝનેસ

૨૦૨૨માં દેશની નાણાંકીય ખાદ્ય જીડીપીના ૬.૭ ટકા ૧૫.૮૭ લાખ કરોડ

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જાેવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત ૧૫.૮૭ લાખ કરોડ રૂપિયા રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૨૨માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના ૬.૭% રહી છે. જાેકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા ૨૦ બેસિસ પોઈન્ટ ઓછો છે.
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટના રિપોર્ટ અનુસાર સરકારે ગત વર્ષે ૧૫.૮૭ લાખ કરોડની ખાધ નોંધાવી છે જે સરકારના બજેટમાં સંશોધિત કરેલ ૧૫.૯૧ લાખ કરોડના અનુમાનની સામાન્ય ઓછી છે. સરકારે બજેટમાં મુકેલ ટાર્ગેટ કરતા વાસ્તવિક ખાધ ૪૫૫૨ કરોડ રૂપિયા ઓછી રહી છે.
૩૧મી મેના રોજ જાહેર થયેલ આંકડા માર્ચ, ૨૦૨૨ના છે. માર્ચ મહિનામાં સરકારે રૂ. ૨.૭૦ લાખ કરોડની રાજકોષીય ખાધ નોંધાવી છે. માર્ચ, ૨૦૨૧માં ભારત સરકારને ૪.૧૩ લાખ કરોડની ખાધ થઈ હતી

Related posts

હવે એચડીએફસી સ્ટાન્ડર્ડ આઈપીઓ પર નજર હશે : મંગળવારના દિવસે આઈપીઓ બજારમાં

aapnugujarat

भारत को सबसे अधिक विदेशी निवेश पाने वाला देश बनने का प्रयास करना चाहिए : प्रसाद

aapnugujarat

એર ઇન્ડિયાને ખરીદવા ટાટા જૂથ અને સ્પાઇસ જેટ મેદાનમાં

editor

Leave a Comment

UA-96247877-1