Aapnu Gujarat
બિઝનેસ

ઘઉંનો બફરસ્ટોક પાંચ વર્ષના તળિયે રહેવાના એંધાણ

ભારત દ્વારા ઘઉંની મોટાપાયે નિકાસ કરાયા બાદ ઘરઆંગણે જ સપ્લાયનું સંકટ સર્જાવાના એંધાણ વર્તાતા સરકારે તાત્કાલીક અસરથી નિકાસબંધી લાદી દીધી હોવા છતાં ચાલુ વર્ષે ભારતનો ઘઉંનો બફરસ્ટોક છેલ્લા પાંચ વર્ષના તળિયે રહેવાની શક્યતા છે. છેલ્લા ૧૩ વર્ષમાં બીજી વખત ઘઉંનો સરકારી સ્ટોક તળિયે પહોંચવાની ભીતિ છે.
ભારતમાં દર વર્ષે ઘઉંના ખડકલા થતા હતા. પરંતુ આ વર્ષે ચિત્ર વિપરીત છે. કેન્દ્ર સરકારે ગત ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧.૩૦ મીલીયન ટન ઘઉંનું ઉત્પાદન થવાનું અનુમાન જાહેર કર્યું હતું. આગલા વર્ષે ૧૦૯ મીલીયન ટન હતું. પરંતુ દેશમાં ગરમી વહેલી શરુ થઇ જતાં ઉત્પાદનને ફટકો પડ્યો હતો અને ઉત્પાદનમાં ૫.૭ ટકાનો કાપ આવવાનો અંદાજ મુકાયો હતો.
હવે લગભગ ૧૦૫ મીલીયન ટન ઉત્પાદન અંદાજવામાં આવી રહ્યું છે. અન્ન સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે દેશમાં ઘઉંનો પ્રારંભીક સ્ટોક ૧૯ મીલીયન ટન હતો જે આગલા વર્ષનાં ૨૭.૩ મીલીયન ટનથી ઓછો હતો. ગત વર્ષે ૭૦.૬ મીલીયન ટનના કુલ સ્ટોકની સરખામણીએ ચાલુ વર્ષે ૩૭.૫ મીલીયન ટન રહેવાનો અંદાજ છે.
સુત્રોનાં કહેવા પ્રમાણે ઉત્પાદનમાં કાપ અને ઘઉંની સિઝનની શરુઆતમાં જ જંગી માત્રામાં નિકાસ થઇ જવાને કારણે ઘરઆંગણે મુશ્કેલી સર્જાવાની હાલત ઉભી થઇ છે અને આ હકીકતને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે નિકાસબંધી લાગુ કરી દીધી છે. કૃષિ નિષ્ણાંત રમણસિંહ માને જણાવ્યું હતું કે ૩૭.૫ મીલીયન ટનના સ્ટોક સામે ૭.૫ મીલીયન ટન કટોકટીની સ્થિતિ માટે અનામત રાખવાનો હોય છે. જાહેર વિતરણ વ્યવસ્થા માટે ૨.૬ કરોડ ટનની જરુરિયાત હોય છે. આ સંજાેગોમાં સપ્લાય જાળવવામાં સરકારને ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ઘઉંની નિકાસ પર ભારતે પ્રતિબંધ મુક્યાને પગલે વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા જ છે અને પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે ભારત દ્વારા ઘઉં પહોંચાડવામાં ન આવે તો વિશ્વના અનેક ભાગોમાં સંકટ ઉભુ થઇ શકે છે. અમેરિકા દ્વારા પણ ભારતને નિકાસબંધીના ર્નિણયની ફેર વિચારણા કરવા આગ્રહ કરવામાં આવ્યો છે.
અમેરિકા દ્વારા એમ કહેવાયું છે કે રશિયા-યુક્રેન યુધ્ધના કારણે ઘઉંનું સંકટ ઉભુ થયું છે તેવા સમયે ભારત દ્વારા પણ નિકાસ અટકાવવામાં આવે તો વિશ્ર્‌વના અનેક ભાગોમાં સંકટ ઉભુ થશે. આ હકીકતને ધ્યાને રાખીને ભારત ર્નિણયની ફેરવિચારણા કરશે તેવો વિશ્વાસ છે.
અત્યાર સુધી યુક્રેન વિકાસશીલ દેશોને ઘઉં પુરા પાડતું હતું પરંતુ રશિયાના આક્રમણ પછી ઘઉં મળવાનું બંધ થયું છે અને તેનાથી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં અછત ઉભી થઇ છે. અનાજનું સંકટ હોવા ઉપરાંત ખાતરની પણ અછત ઉભી થઇ છે. આ સ્થિતિમાં દુનિયાના અનેક દેશો ઘઉં માટે તકલીફ ભોગવે તેમ છે. એટલે ભારતે નિકાસ ચાલુ કરવી જાેઇએ.

Related posts

ભારતીય રેલવેના મેકઓવરની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં વર્લ્ડબેંક મદદ કરશે

aapnugujarat

મેહુલ ચોક્સીની સ્થાવર મિલકત જપ્ત કરવા આઈટીનો આદેશ

aapnugujarat

સ્થાનિક વિમાની પ્રવાસીઓનો આંક ૧૦૦ મિલિયનથી ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1