Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી

સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુટલેગરદારૂનો વેપાર કરવા માટે જગ્યાની માંગણી કરતા તે જગ્યાના માલિકે આપવાની ના પાડતા બુટલેગરે આવેશમાં આવીને તેના દીકરાની ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બુટલેગર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરામાં રહેતા શિવકુમાર જયનાથ પાલ પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં પરિવાર સાથે જ રહે છે. પરિવારમાં તેમની પત્ની ૩ દીકરી અને બે દીકરા છે. ફરિયાદ અનુસાર ૩ વર્ષ પહેલા ૨૦૧૯માં ગણેશ અનિલ દુબે તેમના મોટા દીકરા ક્રિષ્ના પાસે પ્લોટ નંબર ૨૧૫-૨૧૬ ભાડેથી માંગ્યો હતો જે આપવાની ના પાડતા ઝઘડો થયો હતો. મારામારી દરમિયાન ગણેશ દુબેને ગળાના ભાગે ચપ્પુ વાગતા જતા શિવકુમારના ભાઈ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયથી ગણેશ દુબે અને શિવકુમાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. તે સમયથી ગણેશ મોટા દીકરા ક્રિષ્નાને મારવાની ફિરાકમાં હોવાથી તે થોડા સમય માટે વતન જતો રહ્યો હતો અને ત્યાંથી કામઅર્થે મુંબઈ ગયો હતો. આ દરમિયાન તે ૧૨ દિવસ પહેલા જ ક્રિષ્ના સુરત ખાતે ઘરે આવ્યો હતો. જ્યાં ૧૩ મેના રોજ સાંજના આશરે ૬ વાગ્યે શિવકુમાર તબેલામાં ગાયોને ચારો આપતા હતા તે વખતે ગણેશ અનિલ દુબે તેમના ઘરે પહોંચી ગયો હતો અને ક્રિષ્ના સાથે ઝઘડો કરતા દીકરી પ્રિયંકાએ તેને ઝઘડો કરવાની ના પાડતા ગણેશે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.
ત્યારબાદ ૧૪મીએ શનિવારે શિવકુમારનો પરિવારે ઘરમાં હતો અને સવારથી સાંજ સુધી તબેલાની દિવાલ બનાવવાનું કામ કર્યું હતું અને કામ પત્યા બાદ ફ્રેશ થઈને ઘરની બહાર બેઠા હતા. રાતે ૯ વાગ્યાની આસપાસ શિવકુમાર તબેલામાં ગાયોને ચારો નાખવા ગયા ત્યારે ગણેશ દુબે ચપ્પુ લઈને આવતા ક્રિષ્ના ડરીને બાજુની ગલીમાં ભાગી ગયો. જેથી શિવકુમાર તેમની પત્ની અને દીકરીઓ પણ પાછળ દોડ્યા હતા. ત્યાં પહોંચીને જાેયું તો ગણેશ ક્રિષ્નાને ચપ્પાના ઘા મારતા ક્રિષ્ના ત્યાંથી થોડે દૂર સૂધી દોડ્યો અને ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ ગણેશ દૂબે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દીકરાને લોહીલુહાણ હાલમતાં જાેઈ પરિવારે તાત્કાલિક ૧૦૮ને ફોન કરીને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Related posts

છત્રાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

તાજમહાલના પર્યટકો ઘટ્યાઃ વારાણસીની રોનક પાછી ફરી

aapnugujarat

भरूच पीडबल्युडी ऑफिस का सामान जब्त होने से खलबली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1