Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂત સંગઠનમાં ફેરફાર : નરેશ અને રાકેશ ટિકૈતને યૂનિયનમાંથી હાંકી કાઢ્યા

વિવાદિત કૃષિ કાયદાની વિરૂદ્ધ લાંબા આંદોલનના સૂત્રાધાર રહી ચૂકેલા ભારતીય કિસાન યૂનિયનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના આ મોટા ખેડૂત સંગઠન બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને સૌથી ખાસ વાત એ છે કે ખેડૂત આંદોલનનો મોટો ચહેરો રહી ચૂકેલા રાકેશ ટિકૈત અને તેમના ભાઇ નરેશ ટિકૈતને સંગઠનથી દૂર કરવામાં આવ્યા છે. ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિના અવસર પર સંગઠનમાં આ મ્ટો ફેરબદલ થયો છે.
દેશના જાણિતા ખેડૂતાના આ સંઘમાં ફૂટ પડવાના સમાચાર લખનઉમાં બીકેયોના સંસ્થાપક મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિ પર સામે આવા છે. રાજેશ ચૌહાણે સંવાદદાતઓને કહ્યું કે ટિકૈત બંધુ સંગઠનનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, જે ખેડૂતોને ક્યારેય સ્વિકાર નથી.
જાેકે લખનઉમાં રાજેશ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય કિસાન યૂનિયનની એક બેઠક યોજાઇ હતી. આ સંગઠનના અધ્યક્ષ પણ રાજેશ સિંહ ચૌહાણ છે. અત્યાર સુધી નરેશ સિંહ ટિકૈત યૂનિયનના અધ્યક્ષ હતા. ભારતીય કિસાન યૂનિયનની બેઠકમાં નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત સામેલ ન હતા.
ચૌહાણે કહ્યું કે ‘અમે એક બિન રાજકીય સંગઠન છીએ અને રહીશું. બીકેયૂથી નિકાળવાના મુદે બીકેયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈતના ભાઇએ કહ્યું કે કોઇને પણ હટાવવાની તાકાત ફક્ત જનતા પાસે છે. લખનઉમાં યોજાયેલી બેઠકના સવાલ પર તેમણે કહ્યું કે કોઇપણ પોતાને પ્રધાનમંત્રી જાહેર કરી શકે છે. તો બીજી તરફ રાકેશ ટિકૈતે નવા સંગઠનના સવાઅલ પર કહ્યું કે બધુ સરકારનું કરેલું છે. સરકારના દબાણમાં આવીને સંગઠનના લોકો અલગ થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકમાં જેટલા પણ ખેડૂત નેતા સામેલ થયા, તેમની નારાજગી ખાસકરીને રાકેશ ટિકૈતથી હતી.
તેમણે ટિકૈત પર આરોપ લગાવ્યો હતો કે રાકેશ ટિકૈત આંદોલનનો વ્યક્તિગત ફાયદો ઉઠાવ્યો. તે અલગ-અલગ પાર્ટીઓના મંચ પર જાેવા મળ્યા. આ બધુ જાેતાં બેઠકમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને ત્યારબાદ મોટો ફેરફાર કરવામાં આવ્યો. બેઠકમાં દાવો કરવામાં આવ્યો કે આ ભારતીય કિસાન યૂનિયનનું મૂળ સંગઠન છે, જેમાં અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. આ કોઇ નવું સંગઠન બનાવવામાં આવ્યું નથી.

Related posts

सचिन पायलट की वापसी हुई, पायलट बोले सार्वजनिक तौर पर बोलते वक्त एक लक्ष्मण रेखा होनी चाहिए

editor

યુપીમાં ભારે વરસાદ : ૬૦થી વધુનાં મોત

aapnugujarat

છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ મેળવેલ બે તૃતિયાંશ બહુમતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1