Aapnu Gujarat
મનોરંજન

બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે : Sonu Nigam

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. પહેલાં કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપે કહ્યું હતું કે હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી. બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે. આના પર અજય દેવગને જવાબ આપ્યો હતો.
હાલમાં જ આયોજિત એક ઇવેન્ટમાં સોનુ નિગમે આ વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું, ‘તમારા અન્ય દેશો સાથે ઝઘડા ઓછા છે તો તમે પોતાના જ દેશમાં ઝઘડો કરી રહ્યા છો.’ આ પહેલાં મનોજ બાજપેયી તથા સોનુ સૂદે પણ પ્રતિક્રિયા આપી હતી.
સોનુ નિગમ એક કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ ઇવેન્ટમાં સોનુએ કહ્યું હતું, ‘મને નથી લાગતું નથી કે બંધારણમાં ક્યાંય પણ એવું લખ્યું હોય કે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે. જ્યાં સુધી મને ખબર છે અને મેં જેટલા એક્સપર્ટને પૂછ્યું છે. આવું ક્યાંય લખ્યું નથી કે હિંદી આપણી રાષ્ટ્રભાષા છે. હિંદી સૌથી વધુ બોલાતી ભાષા છે. શું તમને ખ્યાલ છે કે તમિળ સૌથી જૂની ભાષા છે. તમિળ તથા સંસ્કૃતની વચ્ચે પણ આ જ ઝઘડો થતો હતો, પરંતુ તમિળ આ દુનિયાની સૌથી જૂની ભાષા છે.’
સોનુએ આગળ કહ્યું હતું, ‘તમારા અન્ય દેશો સાથે ઝઘડા ઓછા છે કે તમે તમારા જ દેશમાં ઝઘડો કરી રહ્યા છો. આ ચર્ચા કેમ થઈ રહી છે. આપણે કેમ કરી રહ્યા છીએ. તમે તમિળીયન છો, તમે હિંદી બોલો એમ કહીને આપણે આપણા જ દેશમાં દુશ્મન ઊભા કરી રહ્યા છીએ. કોઈ કેમ બોલશે, જેને જે બોલવું હોય એ બોલે. આપણી કોર્ટનું જજમેન્ટ અંગ્રેજીમાં હોય છે. આ ચર્ચા જ ખોટી છે. કોઈ વ્યક્તિ પર કોઈ ભાષા થોપવી જાેઈએ નહીં.’
મનોજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘તે લોકો ઘણા જ જુનૂની છે. તે પોતાની ફિલ્મના દરેક શોટ એ રીતે લે છે કે જાણે દુનિયાના બેસ્ટ શોટ લેતા હોય, આમાં બહુ જ જુનૂન ને ઘણો જ વિચાર લાગે છે. તે ક્યારેય પોતાના ઓડિયન્સ અંગે અપમાનજનક વાત કરતા નથી. તે ક્યારેય એમ નથી કહેતા કે અરે ઓડિયન્સ સમજી જશે.’
મનોજે આગળ કહ્યું હતું, ‘પુષ્પા’ તથા ‘દ્ભય્હ્લ ૨’ જેવી ફિલ્મના મેકિંગ જુઓ, દરેક સીન તથા ફ્રેમ એ રીતે શૂટ કરવામાં આવ્યાં છે, જાણે તે લોકો જીવન અને મોતની વચ્ચે હોય. દરેક બાબત એકદમ પર્ફેક્ટ છે. આપણામાં આની ખામી છે. આપણે મેનસ્ટ્રીમ ફિલ્મ માત્ર પૈસા ને બોક્સ ઓફિસ કલેક્શન તરીકે જ વિચારીએ છીએ. આપણે આપણી જ ટીકા કરી શકતા નથી.’

Related posts

Jahnvi Kapoor shooting her upcoming romantic horror movie ‘Roohi Afza’ in Agra

aapnugujarat

સની લિયોનને મજરાતી કાર પસંદ છે

aapnugujarat

पापा अभिनेत्रियों के सामने जोर से डांटते हैं : वरुण धवन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1