Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગો વચ્ચે MOU થયા સાઇન.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે ટાઉનશીપ તૈયાર થઇ રહી છે ત્યારે ત્યાની સસ્ટેનીબીલીટી અને ત્યાના લોકોમાં ટુરીઝમ વધતા કેવા પરિવર્તનો આવ્યા છે અને આગામી સમયમાં શુ ફેરફારો આવી શકે છે તેને લઇને ગુજરાત યુનિવર્સીટી અને યુનિવર્સિટી ઓફ ગ્લાસગો રિસર્ચ કરશે.. ચીફ એડિશ્નલ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતા ગુજરાત યુનિવર્સીટી અને વિશ્વની ટોપ 20માં જેનુ સ્થાન છે તેવી યુનિવર્સિટી ઓફ ગ્લાસગો વચ્ચે એમઓયુ થયા હતા.. જેઓ કેવડીયા કોલોની ખાતેની ટાઉનશીપની સસ્ટેનિબીલીટી અંગે રિસર્ચ કરશે.. સાથે સાથે પાણીનીસ સમસ્યા વધી રહી છે ત્યારે બંને યુનિવર્સિટી વોટર કન્ઝર્વેશન, ક્વોલીટી ઓફ વોટર અને અવેબીલીટી ઓફ વોટર પર શ્વેતપત્ર બહાર પાડશે.. પાણીની ક્વોલીટીમાં કેવી રીતે સુધાર થઇ શકે તે અંગેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ઘરાશે.. અને આ માટે નાના નાના ગામોના ક્લસ્ટર તૈયાર કરાશે અને પાણીની સમસ્યા કેવી રીતે દુર કરી શકાય તે અંગે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. સાથે આ MOU હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં પ્રવાસનને વેગ મળતા શું પરિવર્તનો આવ્યા છે અને આગામી સમયમાં શું ફેરફાર થઈ શકે છે,,, તેને લઈ રિસર્ચ કરવામાં આવશે… આ બંને યુનિવર્સિટી વોટર કન્ઝર્વેશન, ક્વોલીટી ઓફ વોટર અને અવેબીલીટી ઓફ વોટર પર શ્વેતપત્ર બહાર પાડશે…

Related posts

બોર્ડનાં વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગોમાં તબીબી સેવા

aapnugujarat

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૯૦.૧૨ ટકા પરિણામ રહ્યું

aapnugujarat

ધો.૧૨ના પેપર ચેકિંગમાં ભૂલો કરતા બોર્ડનું તેડુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1