Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના જળાશયોમાં 50 ટકા જ પાણીનો જથ્થો એવેલેબલ

ઉનાળાની અંદર ગુજરાતમાં ગરમી વધતા જળાશયોમાં પાણી સૂકાઈ રહ્યા છે જેને લઈને ચિંતા વધી છે આ વખતનું ચોમાસું સામાન્ય રહેશે તેવી આગાહી તો કરવામાં આવી છે પરંતુ વરસાદ વહેલા પડે તો સારુ નહીંતર ડેમો ખાલી થઈ રહ્યા છે અને આ સ્થિતિ વધુ આપણને નુકશાન પહોંચાડી શકે છે એટલે કે પાણીની તંગી થઈ શકે છે.

જો વરસાદ ખેંચાય તો પાણીની તંગી કચ્છ અને સૌરાષ્ટ્ર, ઉ.ગુ.માં વર્તાઈ શકે છે. પીવાના પાણીની તંગીની અસર જોવા મળી રહી છે. ત્યારે 28 જેટલા ગામોમાં ટેન્કથી પાણી કચ્છમાં આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે બનાસકાંઠામાં પણ પાણી આપવામાં આવી રહ્યું છે આજ રીતે સૌરાષ્ટ્ર દ્વારકા સહીતના વિસ્તારોમાં પણ અંતરયાળ ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ડેમોની સ્થિતિનો ચિતાર

– 50 ડેમમાં 10 ટકા જ પાણી અવેલેબલ
– 98 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી છે
– 7 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો
– 1 જ ડેમ એવો છે કે, 90 ટકાથી વધુ પાણી
– 206 ડેમોમાં 50 ટકા જ પાણી ઉપલબ્ધ છે.
– 50 ટકા દળાશયોમાં 25 ટકા
– નર્મદા ડેમમાં 53 ટકા પાણી
– ઉત્તર ગુજરાત 14 ટકા પાણી
– ઉ.ગુ.માં 9 ટકા જ ઉપયોગમાં લઈ શકાય એટલું પાણી
– મધ્ય ગુજરાતમાં 44.17 ટકા પાણી
– 13 ડેમમાં 60 ટકા દક્ષિણ ગુજરાતમાં પાણી છે
– કચ્છામાં 19 ટકા પાણીનો જથ્થો
– 141 સૌરાષ્ટ્રના ડેમોમાં 37.42 ટકા પાણીનો જથ્થો

Related posts

अहमदाबाद के दक्षिण जोन में ६ वर्ष में ४.२८ करोड़ टेन्कर पीछे खर्च हुए

aapnugujarat

અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો

aapnugujarat

૧૮ મહિનામાં ૮ કરોડ LPG જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1