Aapnu Gujarat
રાષ્ટ્રીય

મે મહિનામાં ૧૩ દિવસ બેંકો રહેશે બંધ

મે મહિનામાં તમારે બેંકમાં કોઈ કામ પતાવવાનું છે તો તેના માટે તમે અત્યારથી જ પ્લાનિંગ કરી લો. એટલે મે મહિનામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે ૨૦૨૨ની રજાઓનિું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ જાેઈને તમે તમારા કામનું પ્લાનિંગ બનાવી શકો છે.
આરબીઆઈના કેલેન્ડર મુજબ મે મહિનાના શરૂઆતના ૪ દિવસ સતત બેંક બંધ રહેવાની છે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો મુજબ અલગ અલગ હોય શકે છે. આરબીઆઇએ બેંકની રજાઓનું લિસ્ટ ૪ આધાર પર જાહેર કર્યું છે. આ લિસ્ટ દેશભરમાં મનાવતા તહેવારો અને અલગ અલગ રાજ્યો મુજબ છે.અલગ અલગ રાજ્યોના તહેવારો મુજબ અમુક રજાઓ આપવામાં આવતી હોય છે. જાણકારી મુજબ મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ ૩૧ દિવસ બંધ બેંક બંધ રહેશે.
બેંક તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, મે મહિનામાં બેંકમાં જતાં પહેલાં તમામ રજાઓ વિશે જાણી લો. તમામ લોકોએ તે મહત્વપૂર્ણ દિવસો વિશે ધ્યાન રાખવું જે દિવસે તમારા શહેરોમાં બેંકની રજા હોય.

મે મહિનામાં રજાઓનું લિસ્ટઃ

૧ મે ૨૦૨૨ઃ મજૂર દિવસ, મહારાષ્ટ્ર દિવસ. આખા દેશમાં બેંકો બંધ રહેશે. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
૨ મે ૨૦૨૨ઃ મહર્ષિ પરશુરામ જયંતિ, ઘણા રાજ્યોમાં રજા રહેશે.
૩ મે ૨૦૨૨ઃ ઈદ-ઉલ-ફિતર, બસવા જયંતિ (કર્ણાટક)
૪ મે ૨૦૨૨ઃ ઈજ-ઉલ-ફિતર (તેલંગણા)
૯ મે ૨૦૨૨ઃ ગુરુ રવિન્દ્રનાથ જયંતિ (પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા)
૧૪ મે ૨૦૨૨ઃ બીજા શનિવારે બેંકની રજા
૧૬ મે ૨૦૨૨ઃ બુધ પૂર્ણિમા
૨૪ મે ૨૦૨૨ઃ કાઝી નઝારુલ ઈસ્માલ જન્મદિવસ (સિક્કિમ)
૨૮ મે ૨૦૨૨ઃ ચોથા શનિવારે બેંકની રજા
મે મહિનામાં વિકેન્ડમાં બેંક રજાઓનું લિસ્ટઃ
૧ મે ૨૦૨૨ઃ રવિવાર
૮ મે ૨૦૨૨ઃ રવિવાર
૧૫ મે ૨૦૨૨ઃ રવિવાર
૨૨ મે ૨૦૨૨ઃ રવિવાર
૨૯ મે ૨૦૨૨ઃ રવિવાર

Related posts

सरकार ने 9 व्यक्तियों को आतंकी घोषित किया

editor

पहली तिमाही में 101.3 लाख करोड़ रुपये हुई सरकारी देनदारियां : वित्त मंत्रालय

editor

વિશ્વમાં ભારતનો ડંકો ૨૦૧૪માં જનતાના નિર્ણયના લીધે વાગ્યો છે : ૧૬મી લોકસભામાં વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1