Aapnu Gujarat
Nationalગુજરાત

આજે આપણે પૂરી દુનિયામાં હેલ્થ અને વેલનેસ માટે એક મોટા આયોજનના સાક્ષી બની રહ્યા છીએ – વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીસીન મેડીસિનની સ્થાપના કરવામાં આવી હતી.

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોરેસિયસના વડાપ્રધાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અહીં આવેલા 170 દેશના સ્ટુડન્ટસ, પ્રતિનિધીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યા હતા.

આજે આપણે પૂરી દુનિયામાં હેલ્થ અને વેલનેસ માટે એક મોટા આયોજનના સાક્ષી બની રહ્યા છીએ. હું WHO ડાયરેક્ટર જનરલ નો વિશેષ રૂપથી આભારી છું. પ્રત્યેક ભારતીય તરફથી તેમને ધન્યવાદ કરું છું. જે પ્રકારે જેમને ગુજરાતી-હિન્દી-અંગ્રેજી બોલીને જે ત્રિવેણી સંગમ કરાવ્યો છે તેથી વિશેષ રૂપથી તેમનું અભિવાદન કરું છું. મોરેશિયસ ના વડાપ્રધાન સાથે પહેલાથી જૂનો સંબંધ તેમના પરિવાર સાથે મારો રહ્યો છે.

હું તેમના ઘરે પણ ગયો છું તેમના પિતાજીને પણ મળ્યો હતો. ઘણા સમયથી તેમના પરિવાર સાથે સંપર્કમાં છું અને તેઓ આજે ગુજરાતમાં આવ્યા અને ગુજરાતી ભાષા સાથે થોડી વાત કરી તેમને દિલ જીતી લીધું છે. ગ્લોબલ સેન્ટર ફોર મેડીસીન માટે બધાએ શુભકામનાઓ આપી છે. બધાનું એ ટ્રેડિશનલ મેડિસિનના ક્ષેત્રમાં ભારત સાથે એક નવી પાર્ટનરશિપ થઈ છે. ટ્રેડિશનલ મેડિસિનનામાં પાર્ટનરશીપ ને પૂરી રીતે જવાબદારી ના રૂપમાં ભારત લઈ રહ્યું છે. સેન્ટર ફોર મેડિસીનની ચિકિત્સા દુનિયાના લોકો માટે ઉત્તમ પ્રકારની મેડિસિન સોલ્યુશન સાબિત થશે.

Related posts

એસટી નિગમ ૧૯ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન વધારાની ૨૩૦૦ બસો દોડાવશે

aapnugujarat

રિઝર્વ કોચમાં મુસાફરી માટે ફોટો આઇડી રાખવું પડશે

aapnugujarat

સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અનુસુચિત જાતિની મંડળીઓ અને વ્યવસાયિકો માટે ખાસ સેમિનાર યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1