Aapnu Gujarat
બિઝનેસ

વોટ્‌સએપને ટક્કર આપવા પેટીએમ મહિનાનાં અંત સુધીમાં શરૂ કરશે મેસેજિંગ સેવા

દેશની અગ્રગણ્ય ડિજિટલ પેમેન્ટ્‌સ કંપની પેટીએમ તેની હરીફ, ફેસબુકની મેસેજિંગ એપ્લિકેશન વોટ્‌સએપને ટક્કર આપવા માટે પોતાની મેસેજિંગ સેવા શરૂ કરવા ધારે છે.પેટીએમ આ મહિનાના અંત સુધીમાં ‘એડ મેસેજિંગ ફીચર’ શરૂ કરે એવી ધારણા છે.સોફ્ટબેન્ક અને અલીબાબાનો ટેકો ધરાવતી પેટીએમ કંપની તેની એપમાં નવી મેસેજિંગ સર્વિસ એમ્બેડ કરાવીને ભારતભરમાં લોકોને આકર્ષિત કરવા માગે છે. દેશમાં ઘણાં લોકો ખાદ્યચીજોથી લઈને વિમાનની ટિકિટો સુધી અનેક ચીજવસ્તુઓની ખરીદી માટે પેટીએમ સેવાનો ઉપયોગ કરે જ છે.પેટીએમની મેસેજિંગ સેવા યૂઝર્સને ઓડિયો, વીડિયો અને ઈમેજિસ તથા ટેક્સ્ટ મોકલવાની સુવિધા પૂરી પાડશે.પેટીએમના હાલ ભારતમાં ૨૨ કરોડ ૫૦ લાખ યૂઝર્સ છે.
ગયા વર્ષના નવેંબરમાં મોદી સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટોને તાત્કાલિક અસરથી આવે એ રીતે ચલણમાંથી પાછી ખેંચી લીધા બાદ ઈ-પેમેન્ટ્‌સનો વપરાશ ખૂબ વધી ગયો હતો. ત્યારથી પેટીએમ જેવી કંપનીઓએ એમનો માર્કેટ હિસ્સો ઝડપથી વધારી દીધો છે.ભારતમાં ૨૦૨૦ની સાલ સુધીમાં ડિજિટલ પેમેન્ટ્‌સનું પ્રમાણ ૨૦૨૦ની સાલ સુધીમાં ૧૦ ગણું વધી જવાની ધારણા છે.બીજી બાજુ, વોટ્‌સએપ પણ ભારતમાં પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરવાની શક્યતાને ચકાસી રહી છે.

Related posts

ई-कोमर्स साइट्‌स पर मिल रहा ८० प्रतिशत तक डिस्काउंट

aapnugujarat

Jio-एयरटेल-वोडाफोन के रिचार्ज प्लान होने जा रहे हैं महंगे

aapnugujarat

૭ કંપનીની મૂડીમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1