Aapnu Gujarat
ગુજરાત

પક્ષથી નારાજ ચાલી રહેલા પૂર્વ સાંસદે કોળી સમાજ માટે 22 ટિકિટોની માંગણી કરી

કોળી સમાજના અને ભાજના પૂર્વ સાંસદ એવા દેવજી ફતેપરા વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મેદાને આવ્યા છે. કોળી સમાજને 22 ટિકિટ અપાવવાની માંગણી તેઓ કરી રહ્યા છે. પક્ષથી નારાજ હોવાની વાતો પણ સામે આવી છે. તમામ જિલ્લાઓમાં બેઠક યોજશે. પૂર્વ સાંસદ ચૂંટણી મુદ્દે સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી રહ્યા છે.

જેથી સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આજે પણ સુરેન્દ્ર નગરમાં બેઠક તેમને બોલાવી હતી જેમાં તેમને ટિકિટની માંગણી કરી છે. દેવજી ભાઈ અન્ય જિલ્લાઓમાં પણ સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. અગાઉ તેમને કહ્યું જ હતું કે, 22 બેઠકો પર કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે. જેથી તેમને 22 બેઠકો પર ટિકિટ મળવી જોઈએ. તેવું તેમનું કહેવું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એ પહેલા જે રીતે પાર્ટીઓ સક્રીય થઈ છે ત્યારે તેની સાથે સાથે સમાજો પણ સક્રીય થયા છે. કોળી સમાજમાં નેતાઓ વચ્ચ ફાંટા પડ્યા છે.

અગાઉ દેવજી ફતેપરાએ કહ્યું હતું કે, 54 વિધાનસબાની સીટમાં કોળી ઠાકોરના મતદારો નિર્ણાયક છે. તેવું તેમણે જણાવ્યું હતું જેમાં 22થી વધુ સીટો પર પ્રભૂત્વ છે અમારા સમાજનું છે તેવું તેમને કહ્યું હતું.

Related posts

મોરેસિયસના વડાપ્રધાનનો રોડ શો અમદાવાદમાં એરપોર્ટથી રોડ શો સાંજે યોજાશે, વડાપ્રધાન હશે સાથે

aapnugujarat

ભરૂચ:ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા નો પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓ ને આપી શુભેચ્છાઓ

aapnugujarat

પ્રાંતિજના કરોલ ગામે કપિરાજે આતંક મચાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1