Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીનો આદેશ ૩૧ ઓક્ટોબર સુધી તમામ પેન્ડીંગ ફાઇલ્સનો લાવે ઉકેલ

સામાન્ય રીતે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ મંત્રાલયની કેંદ્રીકૃત દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમ (ઝ્રઁય્ઇછસ્જી) વેબસાઇટ પર કોઇપણ મંત્રાલય સાથે જાેડાયેલી ફરિયાદ કરી શકાય છે. ત્યારબાદ ફરિયાદને સંબંધિત મંત્રાલય મોકલવામાં આવે છે. ફરિયાદોના ઉકેલ માટે એક પ્રોટોકોલ છે. પીએમ મોદી ઇચ્છે છે કે આ પ્રક્રિયામાં તેજી લાવવામાં આવે, જેથી લોકોની મુશ્કેલીઓને ઓછી કરી શકાય. કેબિનેટ સચિવના પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેન્ડીંગ ફરિયાદોનો ઓક્ટોબર પહેલાં ઉકેલ કરી દેવામાં આવે. પત્રમાં સંસદમાં આપવામાં આવેલા આશ્વાસનો પર પણ જલદીથી જલદી કાર્યવાહીની વાત કહેવામાં આવી છે. દરેક સંસદ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદો દ્વારા સંબંધિત કાર્યવાહીનું આશ્વાસનો માટે એક અલગથી ફાઇલ બને છે. આ પ્રકારે ફાલોનો બોજાે વધી જાય છે. પીએમ ઇચ્છે છે કે આ પ્રક્રિયામાં ફેરફાર લાવવામાં આવે. એટલા માટે તમામ સાંસદોને કહેવામાં આવ્યું છે કે પેન્ડીંગ આશ્વાસનો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તમને જણાવી દઇએ કે આ વર્ષે સરકારે ફરિયાદ નિવારણ માટે વધુમાં વધુ ૬૦ દિવસથી ઘટાડીને ૪૫ દિવસ કરી દીધા છે. આમ એટલા માટે કારણ કે સરકારને જાણવા મળ્યું છે કે ઝ્રઁય્ઇછસ્જી ની ૮૭ ટકા ફરિયાદોનું સમાધાન ૪૫ દિવસો થઇ ગયું છેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નિર્દેશ પર સરકારી કાર્યાલયોમાં આગામી મહિનાથી એક ‘અનોખું’ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. ”અનોખું” એટલા માટે છે કે આ સાફ- સફાઇ પેન્ડિંગ, જૂની- વણજાેઇતી ફાઇલોના ઉકેલ સાથે જાેડાયેલી હશે. આ ઉપરાંત સંસદમાં આપવામાં આવેલા આશ્વાસનોને સંબંધિત મંત્રાલયોને ૩૧ ઓક્ટોબર પહેલાં પુરા કરવાના રહેશે. ‘ઇન્ડીયન એક્સપ્રેસ’ ના રિપોર્ટ અનુસાર આ સંબંધમાં કેબિનેટ સચિવાલય તરફથી તમામ મંત્રાલયો અને વિભાગોને પત્ર લખવામાં આવ્યો છે, જેના આધારે પણ તમામ ૧૩ સપટેમ્બરથી જરૂરી જાણકારી એક્ઠી કરવામાં લાગ્યા છે. સીધા શબ્દોમાં કહીએ તો ઓક્ટોબરથી શરૂ થનાર આ ”સ્વચ્છતા અભિયાન’ ની તૈયારી થઇ રહી છે, જેથી ડેડલાઇનથી પહેલાં પણ તમામ કામ પુરા કરવામાં આવે. આ સાથે જ મંત્રાલયોને હાલના નિયમો અને સરકારી કામકાજાેમાં પેપરવર્ક વધારનારા જૂના આદેશોની પણ સમીક્ષા કરવાની છે. પીએમ મોદીના નિર્દેશ પર તમામ મંત્રાલયોને પત્ર લખવાવાળા કેબિનેટ સચિવ રાજવી એ કહ્યું કે હાલની પ્રક્રિયાઓની સમીક્ષા કરી શકાય છે, જેથી ફરિયાદ સંબંધી બોજાને ઓછો કરી શકાય અને જ્યાં પણ સંભવ હોય ત્યાં બિનજરૂરી પેપરવર્કથી બચી શકાશે. પત્રમાં કહેવામાં આવ્યું ”આ વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પ્રધાનમંત્રીએ હાલના નિયમો અને પ્રક્રિયાની નિરંતર આધાર પર સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેને ધ્યાનમાં રાખતાં તમામ મંત્રાલયોને કામ કરવું જાેઇએ. કાર્યની રૂપરેખા ૨૯ સપ્ટેમ્બર સુધી તૈયારી હશે અને પેન્ડીંગ, જૂની વણજાેઇતી ફાઇલોને નિકાલના મુદ્દે ૨ ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે ગાંધી જયંતિને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

Related posts

છોકરાઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવા સામે સુપ્રીમની લાલ આંખ

aapnugujarat

जलवायु परिवर्तन से हिमालयी क्षेत्र में पानी की किल्लत होगी

aapnugujarat

પાક.ના આતંકવાદી અને દેશના ગદ્દારોનો ખાત્મો કરાશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1