Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોકલામમાંથી સૈનિક પરત ખેંચવા ચીનના વિદેશમંત્રી વાંગ યીની ભારતને અપીલ

ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ કહ્યું હતું કે, નવેસરના સરહદી વિવાદ માટે ભારત જવાબદાર છે. ડોકલામમાંથી પોતાના સૈનિકોને પરત ખેંચી લેવા માટે ચીની વિદેશમંત્રીએ હવે ભારતને અપીલ કરી છે. ડોકલામને ચીન પોતાના પ્રદેશ તરીકે ગણે છે. ચીનના સરકારી અધિકારીઓ દ્વારા પ્રથમ વખત સરહદી વિવાદના મામલામાં પ્રતિક્રિયા આપવામાં આવી છે. સરહદી વિવાદને ઉકેલવા માટે ભારત દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બંને દેશોની સેના છેલ્લા એક મહિનાથી આમને સામને આવેલી છે. સાચા અને ખોટા ખુબ જ સ્પષ્ટ છે. ભારતના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, ચીની સૈનિકો ભારતીય સરહદની અંદર ઘુસ્યા નથી જેથી ભારતે કબૂલાત કરી છે કે, તેના સૈનિકો ચીની પ્રદેશમાં ઘુસેલા છે. ઉકેલ ખુબ જ સામાન્ય છે. ભારતે ખુબ જ સાવધાનીપૂર્વક અને સમજદારીથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લેવા જોઇએ. વાંગને ટાંકીને આજે એક નિવેદનમાં આ મુબની વાત કરવામાં આવી હતી. બીજી બાજુ ડોકલામને લઇને ભારત અને ચીની સૈનિકો આમને સામને છે. ચીની મિડિયા દ્વારા ભારતને અનેક વખત ધમકી પણ આપવામાં આવી છે. ગઇકાલે ચીની સેનાના વડાએ પણ કહ્યું હતું કે, ભારતે પોતાના સૈનિકોને પાછા ખેંચી લેવા જોઇએ. તેમના નિવેદન બાદથી તંગદિલી વધી જવાના સંકેત દેખાઈ રહ્યા હતા.

Related posts

After Easter bombings resign, Sri Lanka’s Muslim ministers rejoins govt

aapnugujarat

चीन – US व्यापार वार्ता इस महीने के अंत में होगी

aapnugujarat

कैलिफोर्निया में विमान क्रैश, 2 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1