Aapnu Gujarat
ગુજરાત

ગેરકાયદેસર પિસ્ટલ-કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર  તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ  તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન એ આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર  આર.આઇ.સોલંકી , પો.સબ.ઇન્સ ટી.એલ.માલ  તથા હેડ કોન્સ.રાજેશભાઇ હરગોવિંદભાઇ તથા પો..કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ. ચીરાગભાઇ પોપટભાઇ  વિગેરે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રથયાત્રા સબબ કોમ્બીંગ નાઇટ રાઉન્ડામાં પેટ્રોલીંગ હતા, દરમ્યાન  શિશુવિહાર સર્કલ પાસે અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક કાળા કલરની મહિન્દ્રા XUV300 કાર ચેક કરતા પો.સબ.ઇન્સ શ્રી માલ સા.નાઓ આરોપી પરવેઝભાઇ અબ્દુલવહાબભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો-વેપાર, રહેવાસી-જોગીવાડની ટાંકી,કાંમ્બડ ફળી, શેખજી મંજીલ ભાવનગર વાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૩, કિ.રૂ.૩૦૦/- તથા મહિન્દ્રા XUV300 કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે શીશુવિહાર સર્કલ પાસેથી દબોચી લઇ આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ ટી.એલ.માલ સા.એ શ્રીસ.ત ફરીયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરેલ છે.

Related posts

પંચમહાલમાં કોરોના સંક્રમણ રોકવા આરોગ્ય સર્વેની શરૂઆત

editor

હાલોલ – બાસ્કા હાઇવે પાસે એક સાથે પાંચ ગાડીઓનો અકસ્માત

editor

ભાજપ યુવા મોરચા દ્વારા ૧૧મીએ શોર્ય દિવસ નિમિત્તે કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1