Aapnu Gujarat
ગુજરાત

વર્ષ ૨૦૧૭-૧૮ હેઠળ બાગાયતી વિવિધ યોજનાઓની સહાય માટે I-KHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોને તા.૧૯ મી ઓગષ્ટ સુધીમાં દસ્તાવેજી પુરાવા જમા કરાવવા સૂચના

નર્મદા જિલ્લાના ખેડૂતોએ બાગાયતી પાકો માટેની સહાય માટે ikhedut પોર્ટલ પર અરજી કરેલ છે તેવા ખેડૂતોએ સાધનિક પુરાવા સાથેના કાગળો તા. ૧૯/૦૭/૨૦૧૭ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવાસદન, રાજપીપળા ખાતે જમા કરાવવા જણાવવામાં આવે છે. ખેડૂત ખાતેદારે કરેલ અરજીને સમયસર ન જમા કરવામાં આવતા લાભથી વંચિત રહી જશે તો આ બાબતે અત્રેની કચેરીની કોઇ જવાબદારી રહેશે નહી. વહેલા તે પહેલાના ધોરણે અરજીઓને પ્રાથમિકતા આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપળા, ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

Related posts

વિનય શાહ ઝડપાતા રોકાણકારનો સીઆઇડી ક્રાઇમ ખાતે ધસારો

aapnugujarat

કોંગ્રેસ નેતાઓ હવે હાર્દિકના બચાવમાં : ભાજપ પર પ્રહાર

aapnugujarat

કોસીંદ્રા – ચિખોદ્રા પુલ બનાવવાની જાહેરાત સરકારનું સરાહનીય કાર્ય : અભેસિંહ તડવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1