Aapnu Gujarat
ગુજરાત

ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

ગોધરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, ગોધરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે,મળતી વિગતો અનુસાર ધારાસભ્યના પુત્ર જ્યારે પોતાના ધંધાર્થે જઇ રહ્યા હતા તે સમયે પુત્રને ફોન કરી અમારા મતોથી ચૂંટણીઓ જીતો છો માટે અમે કહીએ એ કામો થવા જોઈએ નહિતર અમારા ગામથી નિકળવા દઈશું નહિ ક્યારેક પતાવી દઈશું.તેવી ધમકી આપી હતી. ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ ફોન કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ધમકી આપનારે પોતાની ઓળખાણ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ ઉર્ફ પીકે.તરીકે આપી હતી.60 થી વધુ વખત ફોન કરીને ધારાસભ્ય સાથે અસભ્ય વર્તન કરતા આખરે ધારાસભ્યના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ધમકી આપનાર આરોપી ઇસમને પકડવાના ચક્રો ગતિમાન કરયા છે.

Related posts

હિરપરી જુથ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ જેટલી રાશન કિટોનું વિતરણ.

editor

૧૫૦૦ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાનો ફેંસલો થયો

aapnugujarat

પદ્માવતીના વિરોધમાં ૧૨મીએ સ્વાભિમાન કાર્યક્રમની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1