Aapnu Gujarat
બિઝનેસ

કમાણીના આંકડાની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિની શક્યતા

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી શકે છે. છેલ્લા સપ્તાહમાં કારોબારના અંતે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. રોકાણકારો હાલમાં વધારે રોકાણ કરવા ઇચ્છુક નથી. કારણ કે બજારમાં પ્રવાહી સ્થિતી પ્રવર્તી રહી છે. જુદા જુદા સ્થાનિક અને વિદેશી પરિબળો વચ્ચે આ સ્થિતી હાલ અકબંધ રહે તેવી શક્યતા છે. જે પરિબળોની અસર રહી શકે છે તેમાં આ સપ્તાહમાં જારી કરવામાં આવેલા જુન ત્રિમાસિક ગાળાના અનેક કંપનીઓના પરિણામ, તમાકુ કંપનીઓની હિલચાલ, ફેડરલ ઓપન માર્કેટની બે દિવસની બેઠક, એફએન્ડઓ પુર્ણાહુતિ, ઓપકની બેઠકનો સમાવેશ થાય છે. ઉપરાંત ટેકનિકલ આઉટલુક અને વૈશ્વિક પરિબળોની અસર થઇ શકે છે. વૈશ્વિક મોરચે આવતીકાલે જાપાન મેન્યુફેકચરિંગ પીએમઆઇ ડેટા જારી કરવામાં આવનાર છે. ઓએનજીસી સાથે એપીસીએલના મર્જરને કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી દીધી છે તેની પણ અસર બજારમાં જોવા મળનાર છે. એચડીએફસી બેંક, ઝી એન્ટરટેઇનમેન્ટ અને અંબુજા સિમેન્ટ દ્વારા પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. એશિયન પેઇન્ટસ, એક્સીસ બેંક, બારતીય એરટેલ અને હિરો મોટો દ્વારા મંગળવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. યશ બેંકના પરિણામ બુધવારે જારી કરવામાં આવનાર છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પહેલાથી જ ખેડુતો તેમના પાકને લઇને નારાજ દેખાઇ રહ્યા છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની સ્થિતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે. મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે આ વખતે ૫.૨૮ ટકાનો વધારો થયો છે. ડોક્ટર રેડ્ડી, , એચસીએલ ટેકનોલોજી, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી અન મારૂતિ સુઝુકી ઇન્ડિયાના પરિણામ ગુરૂવાર જાહેર કરવામાં આવનાર છે. લાર્સન એન્ડ ટુૂબ્રો દ્વારા ૨૮મી જુલાઇના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. રિલાયન્સ દ્વારા જીયો ફોન લોંચ કરવામાં આવ્યા બાદ તેને લઇને પણ કારોબારીઓમાં ચર્ચા જોવા મળી રહી છે.શુક્રવારના દિવસે સેંસક્સમાં ૧૨૪ પોઇન્ટનો ઉછાળો રહેતા સપાટી ૩૨૦૨૯ રહી હતી જ્યારે વિપ્રોના શેરમાં છ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ભારતી એરટેલમાં સૌથી વધુ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ૪૨ પોઇન્ટ ઉછળીને ૯૯૧૫ની સપાટીએ રહ્યો હતો.

Related posts

1 करोड़ रुपए की नकद निकासी पर कटेगा 2% TDS

aapnugujarat

કારોબારની દૃષ્ટિએ સરળ દેશોની યાદીમાં ભારતને ટોપ ૫૦માં સામેલ કરાશે

aapnugujarat

દવાના પેકિંગ પર જેનરિક નામ મોટા ફોન્ટમાં છપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1