Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

કોરોનાની મહામારીને લઈ સંક્રમણ વધુ ન ફેલાય માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ૨૮મી એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. હાલ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર વધુ ૬ દિવસ એટલે તા. ૧લી જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાવાગઢ યાત્રાધામ ૫૧ શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ છે. પાવાગઢ મંદિર સાથે અસંખ્ય ભક્તોની આસ્થા જોડાયેલી છે. વર્ષે ૮થી ૧૦ લાખ જેટલા યાત્રાળુઓ પાવાગઢ આવતા જતા હોય છે. પાવાગઢ આવતા યાત્રાળુઓને લઈ પાવાગાઢ તળેટી માચી સહિત ડુંગર પર વસતા એક હજાર કરતા વધુ પરિવારો પાવાગઢમાં નાના મોટા રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. પાવાગઢ મંદિર નવરાત્રી શરૂ થાય તે પહેલાથી મંદિર બંધ કરવાની ફરજ પડતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના સંક્રમણને લઈ સર્જાયેલ પરિસ્થિતિને કારણે મંદિર ટ્રસ્ટે વધુ ૬ દિવસ તા.૧લી જૂન ૨૦૨૧ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાતના પગલે ભક્તો સહિત વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ છે.

Related posts

જુનાગઢ નજીક ટ્રકચાલકે અડફેટે લેતાં માતાની નજર સામે જ દીકરીનું મોત

aapnugujarat

 ગેરકાયદે રીતે ફી ઉઘરાવવા મામલે મુકતક કાપડિયાના જામીન રદ કરી રિમાન્ડની માંગણી

aapnugujarat

ગુજરાતમાં ભાજપ અડીખમ : કોંગ્રેસનો સફાયો

editor

Leave a Comment

UA-96247877-1