Aapnu Gujarat
Uncategorized

વલસાડના ખેડૂતોને નુકસાન

તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. વલસાડના કેરી તથા ચીકુના પાકમાં વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં ૪૫ હજાર હેક્ટરમાં કેરીનો પાક થતો હોય છે. ત્યારે પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક નીચે પડી જતા કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. કેરી નીચે પડી જતા માર્કેટમાં કેરીના ભાવમાં ઘટાડા સાથે કેરીનો ભાવ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા હતો, જે હવે ઘટીને ૨૦૦ રૂપિયા થઈ ગયો છે.કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ચીકુ તથા ઉનાળુ પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ઉનાળુ પાકના છોડવાઓ થયા નથી. તો ૩૦ થી ૪૦ ટકા ચીકુના પાકોમાં નુકસાન થયું છે.તૌકતે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકશાન થયું છે. આંબાવાડીમાંથી ૬૫ થી ૭૦ ટકા કેરીઓ ખરી પડી છે. જેના કારણે ખેડૂતોને પૂરતુ વળતર મળી રહ્યુ નથી. ખરી પડેલી કેરીઓના સારા ભાવો મેળવવા ખેડૂતો વલસાડ જિલ્લામાં આવેલી માર્કેટમાં દોડધામ કરી રહ્યાં છે.જિલ્લામાં ૪૫ હજાર હેક્ટરમાં આંબાઓ આવેલા છે. તેમાંથી ૩૩ હજાર હેક્ટરમાં કેરીનો પાક થાય છે. જિલ્લામાં આવેલી ૭ માર્કેટમાં કેરીના ઢગલાઓ જોવા મળ્યા હતા. જિલ્લાની ૭ માર્કેટમાં બે દિવસમાં ૧૦ હજાર ટન જેટલી કેરીઓ આવી છે.

Related posts

વેરાવળ મા શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

aapnugujarat

વેરાવળના આરતી ઠકરારે શરૂ કર્યું પારિવારિક ગરબા શીખવાડવાનું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1