Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

નવસારી બજારમાં આવેલા મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી પૂજારીની ધરપકડ કરી વહેલી સવારે પૂજારી અને બાળકોનું નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું.નવસારી બજાર મેઈન રોડ ગોપીતળાવની સામે શ્રી શૈલનારાયણ મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લાં પંદર વર્ષથી પૂજારી તરીકે મુળ બિહારના નાલંદાના આચાર્ય બીરમની શિવાલક પાંડે સેવા આપે છે.
દરમિયાન મહારાજ આચાર્ય પાંડે છેલ્લા ચારેક દિવસથી મંદિરમાં આવતા ૯ અને ૧૦ વર્ષનાં ત્રણ બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપી બોલાવતો હતો અને તેમની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.
મહારાજ આચાર્ય પાંડે દ્વારા કરવામાં આવતા કૃત્ય શ્હહ્વજ;અંગે બાળકોએ માતા પિતાને જાણ કરતા બુધવારે મોડી સાંજે સાતેક વાગ્યે મહારાજ આચાર્ય પાંડે સામે પોલીસે ગુનો દાખલ કરી મોડી રાત્રે ધરપકડ કરી હતી અને વહેલી સવારે આચાર્ય અને બાળકોને મેડિકલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ પૂજારી જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા તે વખતે તેનાં લગ્ન થઈ ચૂક્યા હતા અને ૧૧મા ધોરણમાં હતા ત્યારે તેનાં પત્નીનું મૃત્યુ થયું હતું. તેને એક પુત્ર છે. જે હાલ બિહારમાં બીએસ.સી.નો અભ્યાસ કરી રહ્યો છે.

Related posts

ગેસ ચેમ્બરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર લોકોના મોત

aapnugujarat

૭૫ ટકાથી વધુ ભાજપ સમર્થિત સરપંચો જીત્યા : કોંગ્રેસને ફરીવાર ગુજરાતની જનતાએ જાકારો અપાયો છે : જીતુભાઈ વાઘાણી

aapnugujarat

વડોદરા શહેર/જિલ્લામાં તા.૧ જુલાઇથી સમગ્ર માસ દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1