Aapnu Gujarat
ગુજરાત

બટાકાની આડમાં લઇ જવાતો ૧૪ લાખનો દારૂનો જથ્થો જપ્ત : અમદાવાદ ગ્રામ્ય એલસીબીનો સપાટો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગઇકાલે બટાકાની આડમાં એક ટ્રકમાં લઇ જવાતા રૂ.૧૪ લાખની કિંમતના દારૂના જથ્થાને ઝડપી લેતાં ચકચાર મચી ગઇ હતી. એલસીબી પોલીસે હરિયાણાથી રાજકોટ તરફ જઇ રહેલી આ ટ્રકને અસલાલી સર્કલ પાસે આંતરી હતી અને તેમાંથી દારૂ-બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં બે આરોપી શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજયમાં દારૂની હેરાફેરી અને જુગારની પ્રવૃત્તિને નાથવા નવા ડીજીપી શિવાનંદ ઝાએ આપેલા નિર્દેશોને પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ આ મામલે સપાટો બોલાવ્યો હતો અને છેલ્લા એક સપ્તાહમાં જ રૂ.૫૦ લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયાણા પાસીંગની એક ટ્રકમાં દારૂ અને બીયરનો જથ્થો રાજકોટ તરફ જઇ રહ્યો છે, જેના આધારે પોલીસે અસલાલી સર્કલ નજીક ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાન હરિયાણા પાસીંગની ટ્રક આવતાં પોલીસે તેને રોકી ડ્રાઇવર અને કલીનરની પૂછપરછ કરતાં તેમના નામ કુલદીપસિંહ પંડિત અને રાહુલ તુશીર(રહે.સોનીપત, હરિયાણા) હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે ટ્રકની તપાસ કરતાં ટ્રકમાં બટાકાની થોકબંધ બોરીઓ હતી પરંતુ બોરીઓની પાછળ અને નીચે દારૂ-બીયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે જડતી લેતાં અલગ-અલગ બાન્ડની દારૂ-બીયરની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકના ડ્રાઇવર-કલીનરે જણાવ્યું હતું કે, અમદાવાદ આવીને તેમના શેઠ દિપકભાઇને ફોન કરવાનો હતો અને તે કહે એમ આગળ જવાનું હતુ, તેથી પોલીસે બંને આરોપીઓને ઝડપી તેઓની પાસેથી બટાકાની બોરીઓ અને દારૂ-બીયરના રૂ.૧૪ લાખના જથ્થા સહિત કુલ રૂ.૨૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે સાથે પોલીસે દિપક દહીયાને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Related posts

सूरत में बिक रहे हैं हीरे जड़ित अद्भुत मास्‍क

editor

કડી નગરપાલિકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ

editor

कोर्ट कमिश्नर लाख रुपये रिश्वत लेते रंगे हाथ गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1