Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાઇઝરમાં બંદૂકધારીઓનો આતંક : ૧૩૭ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈઝરમાં મોટરબાઈક પર સાવર બંદૂકધારીઓએ મચાવેલા તાંડવે દુનિયા આખી આઘાતમાં છે. અહીં વિદ્રોહીઓના એક તોળાએ એક આખા ગામને જાણે સ્મશાન બનાવી નાખ્યું હતું. બંદુકધારીઓએ માત્ર ૩ જ કલાકમાં ૧૩૭ લોકોને ગોળીએ વિંધ્યા હતાં. હુમલાખોરો મોટી સંખ્યામાં અને બાઈક પર સવાર થઈને આવ્યા હતાં. હુમલાખોરોએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી અને ગામલોકો પર આડેધડ ગોળીબાર કરી કોહરામ મચાવ્યો હતો.
જાણકારી પ્રમાણે નાઈઝરના પશ્ચિમ વિસ્તાર ટાહૌઆના ઈંટાજેન, બૈકોરેટ અને અન્ય જગ્યાએ આવેલા ગામમાં હુમલાખોરોએ રીતસરની લોહીયાળ હોળી ખેલી હતી. આ વિસ્તાર માલી સરહદની નજીક આવેલો છે. જાેકે હજી સુધી કોઈ આતંકી સંગઢને આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી.
સ્થાનિક અધિકારીઓ પહેલા ૬૦ લોકોના મોતની પુષ્ટિ કરી હતે પરંતુ હવે ત્યાંની સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, બંદુકધારીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા છે. આ ગોળીબારની આ ઘટના ૩ કલાક ચાલી હતી જેમાં ૧૩૭ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઘટનાએ દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ નાઈઝર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકી ગતિવિધિઓમાં ખાસ્સો વધારો થયો છે. જાણકારી પ્રમાણે ગયા અઠવાડીયે જ કેટલાક શંકાસ્પદોએ લગભગ ૬૬ લોકોની હત્યા કરી હતી. આ વિસ્તારોમાં માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં પણ સુરક્ષાબળો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે.

Related posts

રમઝાન મહિનામાં પણ આઇએસનો આતંક યથાવત, ઈસ્લામિક દેશ અને યુરોપમાં કર્યા હુમલા

aapnugujarat

પિતાએ એક મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

કાબૂલની સ્થિતિ ગની શાસનની સરખામણીએ તાલિબાનમાં વધુ સુરક્ષિત : રશિયા

editor

Leave a Comment

UA-96247877-1