Aapnu Gujarat
Uncategorized

ભાદર નદી કેમિકલયુક્ત બની

સૌરાષ્ટ્રમાં છેલ્લાં ઘણાં સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ બીજા નંબરના ભાદર ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા જેના કારણે જેતપુર ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કેટલાંક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં ભળી જતા પાણી પ્રદૂષિત થઈ જવા પામ્યું છે. ભાદર નદીનું જે પાણી છે તે અહીંના લોકોને પીવા માટે આપવામાં આવે છે ત્યારે હવે લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેતપુર શહેરના બધા કારખાના બંધ કરવાનું એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલ હતું પરંતુ બે દિવસ બાદ ફરી કારખાના ચાલુ કરી દેવામાં આવ્યા છે જેના કારણે કારખાનાનું કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં ભળી ગયું હોવાથી પાણી કેમિકલવાળુ અને કલરવાળુ થઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્થાનિકોમાં ચર્ચા જામી છે કે, ભાદર નદી ક્યારે પ્રદુષણ રહિત થશે.

(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

વેજલપુરમાં આગ ૩૦ ઝૂંપડાં બળીને ખાક

editor

ફરાર થઇ ગયેલી બાંગ્લાદેશી યુવતીને સિક્યુરિટી ગાર્ડ સાયકલ પર લઇ ગયો,

aapnugujarat

जम्मू-कश्मीर ठंड से कांपा

editor

Leave a Comment

UA-96247877-1