Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતને હવે નવા પૂજા સ્થળની કોઈ જરૂર નથી : કાર્તિ

ભૂતપૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરના પુત્ર અને કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કરતા જણાવ્યું છે કે, ભારતને હવે કોઈ નવા પૂજા સ્થળની જરૂર નથી. કાર્તિ ચિદમ્બરમે પાંચ ઓગસ્ટના રોજ થનારા ભૂમિ પૂજનના સમયને લઈને પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું કે, શું રામ મંદિરના પૂજનના સમયનું કોઈ જ્યોતિષિય કારણ છે.
કાર્તિ ચિદમ્બરમે તેમની ટ્‌વીટમાં લખ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજન માટેનું મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું છે. શું તેની પાછળ કોઈ જ્યોતિષિય કારણ છે. બુધવારે ૧૨થી ૧.૩૦ વાગ્યા સુધી રાહુકાળ છે. આ દરમિયાન કોઈપણ શૂભકાર્ય શરૂ થઈ શકે નહીં. જો કેહું મારી વાત પર અડગ છું કે ભારતને હવે કોઈપણ નવા પૂજા સ્થળની જરૂર નથી.નેશનલ કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે અગાઉ જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણથી કોરોનાનો વિનાશ થશે નહીં. આપણે હંમેશા વિચારવું જોઈએ કે આપણી પ્રાથમિકતા કઈ હોવી જોઈએ. અત્યારે આપણી પ્રાથમિકતા કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા કરવાની છે. કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિરના નિર્માણ બાદ કોરોના ભાગી જશે.

Related posts

અસમથી પાંચ વધુ રોહિંગ્યા મુસ્લિમોને મ્યાંમાર પાછા મોકલાયા

aapnugujarat

राबड़ी देवी ने सरकार पर तंज : भगवान भरोसे बिहार, अपराधी हुए बेलगाम

aapnugujarat

एएमयू के कई कश्मीरी छात्र यूपी पुलिस के रेडार पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1