Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ આવેદનપત્ર સોંપ્યું

લોક ડાઉન દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી જેને લઇ તમામ ટ્યુશન ક્લાસીસ પણ બંધ હતા જ્યારે સરકાર દ્વારા ૧ જૂનથી ૮ જૂન દરમિયાન મોટાભાગના ધંધા અને રોજગાર ખોલી દેવામાં આવ્યા છે ત્યારે હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્યને ધ્યાને રાખી તથા શિક્ષકોને પણ આર્થિક મદદ મળી રહે તે માટે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ હતો કે જિલ્લા કલેકટર દ્વારા હિંમતનગરના ટ્યુશન ક્લાસીસ સંચાલકોને પોતાના ક્લાસીસ ચાલુ કરવામાં આવે તો સરકારની ગાઈડલાઈન્સ મુજબ નિયત કરેલ વિદ્યાર્થીઓ સાથે કોચિંગ ક્લાસીસ ચાલુ કરીશું તે સાથે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામાજિક અંતર, સેનેટાઈઝેશન અને માસ્કનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓ હિંમતનગર તથા આજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ કનેકટીવિટી, રિચાર્જ તથા ઈલેક્ટ્રીક સીટી ભારે સમસ્યા જણાય છે તે સાથે જ મોબાઈલ અને કોમ્પ્યુટરને પણ અગવડ પડતી હોય છે જેથી અસરકારક શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે જે વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય પર અસર પડે છે. છેલ્લાં બે માસ કરતાં પણ વધુ સમયથી શિક્ષણ બંધ હાલતમાં જોવા મળતા હિંમતનગર ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા માટે મંજૂરી આપવા માટે ખાસ વિનંતી કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ખેડૂતને આજથી ઉનાળુ ખેતી માટે સિંચાઇ પાણી નહીં મળે

aapnugujarat

શુક્રવારે રેસીડેન્સિયલ સોલર રૂફટોપ અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા ખાતે સહાય / વાહન વિતરણ કરશે

aapnugujarat

લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1