Aapnu Gujarat
ગુજરાત

દેત્રોજના જીવાપુરા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

કડી થી દેત્રોજ રોડ ઉપર આવેલ જીવાપુરા ગામના પાટીયા પાસે વળાંકમાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા ઘટના સ્થળે એક યુવાનનું મૃત્યુ થયું હતું અને બીજા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતમાં ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે કડી ખસેડવામાં આવ્યો હતો. જીવાપુરા ગામના પાટીયા પાસે કેયુર ઉર્ફે કિશનસિંહ જીલુજી ચાવડા ઉં.૧૯ વર્ષ રહે.રાજપુર તા.કડી અને તેનો મિત્ર ભુપેન્દ્રસિંહ કનુજી ડાભી રહે.ડાભી ડાંગરવા તા.કડી ગાડી લઈને પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ચાલકે વળાંકમાં ગાડી ઉપર કાબુ ગુમાવતા ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અવાજ સાંભળીને સ્થાનિકો દોડી આવ્યા હતાં બંને યુવાનોને બહાર કાઢવામાં આવતા કેયુરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે

aapnugujarat

SC convicts 12 in Haren Pandya murder case

aapnugujarat

સોખડા ખાતે મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરને આયોગના અધ્‍યક્ષા લીલાબેન અંકોલીયાએ ખુલ્‍લી મુકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1