Aapnu Gujarat
ગુજરાત

સણાદરમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું સુંદર આયોજન

શિહોરી – દિયોદર રોડ ઉપર સણાદર ખાતે માં અંબાના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે પ્રમાણમાં સેવા કેમ્પોનું ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાંકરેજ તાલુકાના શિહોરી પેપરાચેરા. આકોલી હાઇસ્કુલ. ખસા. પાદરડી. મુલકપુર સહિત અનેક સ્ટેન્ડ ઉપર પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આકોલી હાઇસ્કુલમાં ગામ પરિવાર અને જય અંબે યુવક મંડળ દ્વારા સ્થાનિક કલાકારો દ્વારા સ્ટેજ પ્રોગ્રામમાં ગરબાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને હજારો લોકોએ માતાજીના દર્શન કરી સેવાનો લાભ લઈ પગપાળા સણદર ખાતે મીની અંબાજીના દર્શન કરવા માટે રવાના થયા હતા. કુવારવા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે ઠેરઠેર રસ્તાઓ ઉપર જય જય અંબે બોલ માડી અંબેના ગગનભેદી નારા સાથે સમગ્ર વાર્તાવરણ ભક્તિ અને માની શ્રધ્ધાથી ભાવવિભોર બને છે.


(તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ બનાસકાંઠા)

Related posts

हाटकेश्वर -बापूनगर फ्लायओवर के लिए इंतजार करना पड़ेगा

aapnugujarat

અડાલજ વાવ જોવા પ્રવાસીને રૂપિયા ૨૫ ચૂકવવાના રહેશે

aapnugujarat

ઘડકણ ગામમાં કોરોના ગાઇડ લાઇનની કડક અમલવારી કરાવાશે

editor

Leave a Comment

UA-96247877-1