Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજના ખારીયા ગામમાં ખારેશ્વર મહાદેવના મંદિરમાં હવન – યજ્ઞ યોજાયો

શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે ત્યારે લોકો શક્તિ એવી ભક્તિ પ્રમાણે પુણ્ય દાન કરતાં હોય છે ત્યારે આજે કાંકરેજ તાલુકાના ખારીયા ગામે વર્ષ ૨૦૧૦માં ખારેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યાં બાદ દર વર્ષે શ્રાવણ મહિનાના એક દિવસમાં ૪૨૫૦ બિલીપત્ર ભોલેનાથને ચઢાવામાં આવે છે એમ કુલ શ્રાવણ મહિનામાં ૧ લાખ ૨૫ હજાર બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. ગામમાંથી અલગ-અલગ ભક્તો દ્વારા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનાનાં દિવસે અમાસના રોજ વહેલા સવારે હવન યજ્ઞ અને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. સૌ ભક્તો પ્રશાદ લઈ છૂટા પડે છે તેમજ મહિનામાં બે વાર પુનમ – અમાસની રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવે છે. ગામ લોકો ખારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારે છે અને ધન્યતા અનુભવે છે.
તસ્વીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા

Related posts

નવરાત્રીનો શુભારંભ, શેરી ગરબામાં પણ રસી વગર રાસ નહિ

editor

ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ

aapnugujarat

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ દિપડા અને ત્રણ દિપડી લવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1