Aapnu Gujarat
ગુજરાત

‘ધ ક્રિમિનલ લો(ગુજરાત અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૮’ (ચેઈન સ્નેચિંગ)ને રાષ્ટ્રપતિની મંજૂરી

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ૨૦૧૯ના વોટ ઓન એકાઉન્ટ્‌સ સત્રમાં ચેઈન સ્નેટિંગ ગુનાને અંકુશમાં લેવા માટે વધુ કડક સજાની જોગવાઈ કરાઈ હતી. આ માટે આઈપીસીમાં નવી કલમો ઉમેરવામાં આવી હતી. આ બિલને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને મોકલાયું હતું, જેમણે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ નવી જોગવાઈઓ કાયદામાં ઉમેરાઈ જશે.રાજ્યમાં મહિલાઓના મંગળસુત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા ઝુંટવી લઈને ભાગી જવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે, પરંતુ આ પ્રકારના ગુનામાં પકડાઈ ગયા બાદ હળવી સજાની જોગવાઈ હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા હતા. આથી, રાજ્ય સરકારે આ પ્રકારના ગુનામાં કડક અને આકરી સજાની જોગવાઈ કરીને રાજ્યની મહિલાઓને સુરક્ષા પુરી પાડવાની એક પહેલ કરાઈ હતી.
બિલમાં કરવામાં આવેલી કડક જોગવાઈઓ
ચીલ ઝડપનો પ્રયાસ કરનારી વ્યક્તિને ઓછામાં ઓછી ૫ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા, રૂ.૨૫,૦૦૦નો દંડ.
ચીલ ઝડપ દરમિયાન વ્યક્તિને ઈજા પહોંચે કે તેને ડરાવે-ધમકાવે તો તેને ૩ વર્ષની સખત કેદની સજા.
મૃત્યુ કે ઈજા પહોંચાડવા બદલ કે તેનો પ્રયાસ કરનારાને ઓછામાં ઓછી ૭ વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા, રૂ.૨૫,૦૦૦નો દંડ.
આ બિલને ૨૦૧૯ના વોટ ઓન એકાઉન્ટ સત્રમાં રજૂ કરાયું હતું અને તેને મંજૂર કરાયું હતું. વિધાનસભામાં બિલને મંજૂરી મળી ગયા બાદ તેને રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યના રાજ્યપાલે તેને મંજૂરી આપીને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિએ પણ આ બિલ પર મહોર મારી દીધી છે એટલે હવે આ બિલ કાયદો બની ગયું છે.

Related posts

ગુજરાત ચૂંટણી : મનમોહનસિંહ આજે જીએસટી મુદ્દે પ્રહાર કરશે

aapnugujarat

બાપુનગરમાં સગીરાની સાથે અડપલા કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

નવરાત્રિ ધામધૂમથી ઉજવાશે પણ મોંઘવારી ખેલૈયાઓનેે નડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1