Aapnu Gujarat
ગુજરાત

ઉદ્યોગપતિને કુલ ૩૨,૦૦૦ કરોડના લાભ ભાજપે આપ્યાઃ કોંગ્રેસ

બિનપરંપરાગત વિજ ઉત્પાદન માટે વૈશ્વિક પ્રોત્સાહનના ભાગરુપે વિશ્વબેંક તરફથી દેશના પાંચ રાજ્યોમાં પ્રત્યેક રાજ્યમાં ૧૦ મેગા વિજ સોલાર સિસ્ટમથી ઉત્પાદન થયે ૩.૫૦ રૂપિયા પ્રતિ યુનિટ રાજ્ય સરકાર અને ૧૧.૫૦ કેન્દ્ર સરકાર વિશ્વ બેંક વતી ભોગવવાની વ્યવસ્થાએ ગુજરાતમાં પાંચ-પાંચ મેગાવોટના સોલાર વિજ ઉત્પાદન મથકો પૈકી પાંચ એમડબલ્યુનું સોલાર સિસ્ટમ કચ્છ વિસ્તારમાં ખાનગી કંપનીને ગુજરાત સરકાર વતી જવાબદારી અપાયેલ છે. સોલાર વિજળીના મોટા મોટા એમઓયુ કરીને ખાનગી મળતિયા ઉદ્યોગપતિઓને ૩૨૦૦૦ કરોડ રૂપિયાના જમીન, ટેક્સ માફી ્‌ને વીજ ખરીદીમાં સીધા લાભ ભાજપ સરકારે આપીને ગુજરાત સરકારી તિજોરીને ભારે નુકસાન અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી કંપની દ્વારા પાંચ એમડબલ્યુ ઉપરાંત ૧૦૮ એમડબલ્યુનો પ્રોજેક્ટ ગુજરાત સરકારને ૩.૫ વત્તા ૧૧.૫૦ એમડબલ્યુના સપોર્ટિંગ ભવાની શરતે ઓફર કર્યાના અહેવાલો અંગે મુખ્યમંત્રી ૨૦૦૮ની પરામર્શ સમિતિમાં ૧૦૮ એમડબલ્યુનું ૧૧.૫૦ રૂપિયા પ્રતિ યુનિટ સપોર્ટિંગ ખર્ચ કેન્દ્ર સરકાર આપવાની છે કે કેમ. તેના જવાબમાં રાજ્ય સરકાર જ આ પ્રોજેક્ટમાં પોતાની રીતે આગળ વધવાનો જવાબ મળતા આ ભાવમાં ૧૫ રૂપિયા પ્રતિ યુનિટ વિજળી પરવડે ખરી. ૨૦૦૮ની મુખ્યમંત્રીની પરામર્શ સમિતિની બેઠક પછી ૨૦૦૯ની રાજ્ય સોલાર પોલિસી જાહેર થયે ૩૧-૧૨-૨૦૧૧ સુધીમાં ખાનગી સોલાર ઉત્પાદકોની પીવી સોલાર વિજ ૧૫ રૂપિયા પ્રતિ યુનિટ અને થર્મલ સોલાર ૧૧.૫૦ પ્રતિ યુનિટ ૧૨ વર્ષ સુધી ખરીદવાની ખાતરીબદ્ધ ગેરન્ટી રાજ્ય સરકારે જાહેર કરતા રાજ્યમાં રોકાણના પ્રમાણમાં વધુ વળતરની ગણતરીએ ખાનગી વિજ ઉત્પાદન દ્વારા પાટણ જિલ્લાના ચારણકા સહિત સોલાર પેનલો દ્વારા ૨૦૧૧ના ડિસેમ્બર ૩૧ની મુદત એક મહિનો વધ્યે ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ સુધીમાં ગ્રીડમાં સોલારવિજ પ્રવાહ આપનાને અધધ લાભ અને લાભ અને રાજ્ય સરકારને વર્ષે ૧૦૦૦ કરોડની ખોટ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઇની સલાહ-રજૂઆત અવગણનાની નકારાત્મકને કારણે રાજ્ય ભોગવી રહ્યું છે.

Related posts

મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિરમગામમાં પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી

aapnugujarat

નરોડા : મહિલા પાસેથી ૫૦ હજાર ઉઠાવીને ટોળકી ફરાર

aapnugujarat

अहमदाबाद में दो वर्ष में १७७ लोगों ने हथियार के लाइसेंस प्राप्त किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1