Aapnu Gujarat
મનોરંજન

પ્રતિક બબ્બર સાન્યા સાગર સાથે લગ્ન કરશે

વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા રાજ બબ્બરના પુત્ર અને બોલિવુડ સ્ટાર પ્રતિક બબ્બરે હવે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. પ્રતિક ટુંક સમયમાં જ લગ્ન બંધનમાં બંધાઇ જશે. પ્રતિકે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જ ૨૨મી જાન્યુઆરીના દિવસે ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે સગાઇ કરી હતી. હવે હેવાલ છે કે સગાઇના એક વર્ષ બાદ એટલે કે ૨૨-૨૩મી જાન્યુઆરીના દિવસે બંને લગ્ન કરનાર છે. બંનેના લગ્નના તમામ કાર્યક્રમ લખનૌમાં આયોજિત કરાશે. સાથે સાથે લગ્નની રસમ પણ લખનૌમાં યોજવામાં આવનાર છે. પોતાની સગાઇ બાદ પ્રતિકે કહ્યુ હતુ કે તેઓ લગ્નને લઇને તૈયાર છે. તેઓ લગ્નમાં વિશ્વાસ રાખે છે. સાન્યાની સાથે પોતાના સંબંધને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. રિપોર્ટ મુજબ પ્રતિક અને સાન્યાના લગ્ન એક ખાનગી કાર્યક્રમમાં યોજવામાં આવનાર છે. જેમાં તેમના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવનાર છે. પ્રતિક અને સાન્યા આશરે ૧૦ વર્ષથી એકબીજાને ઓળખે છે. જો કે બંને એક વર્ષે પહેલા જ ડેટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધને નવી ઉંચી સપાટી પર લઇ જવાનો નિર્ણય કર્યો છે. સાન્યાએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશનમાં અભ્યાસ કર્યો છે. સાથે સાથે લંડન ફિલ્મ એકેડમીથી ફિલ્મ કોર્સની ટ્રેનિંગ પણ લીધી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બંનેના પિતા રાજ બબ્બર અને પવન સાગર રાજનીતિમાં સક્રિય રહી ચુક્યા છે. આવનાર સમયમાં પ્રતિક બબ્બર પણ કેટલીક મોટી ફિલ્મમાં નજરે પડનાર છે. તેની પાસે કેટલાક વર્ષોથી ફિલ્મ આવી રહી છે જો કે તે સુપર હિટ સાબિત થઇ નથી. સાથે સાથે પ્રતિક બબ્બર બોલિવુડમાં કેટલાક વર્ષોથી સક્રિય હોવા છતાં બોલિવુડમાં મજબુતી સાથે પગ જગાવી શક્યો નથી.

Related posts

અમિષાનાં બોલ્ડ ફોટાઓએ સોશિયલ મીડિયામાં આગ લગાવી

aapnugujarat

મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

aapnugujarat

परिणीति चोपड़ा को आने लगी शादी का प्रपोजल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1