Aapnu Gujarat
Uncategorized

આજી નદીના પટથી બાળકનું કપાયેલુ માથુ મળતા ચકચાર

રાજકોટમાં શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલી આજી નદીના પટમાંથી ૫ વર્ષના બાળકનું કાપેલું માથું મળી આવતાં શહેર સહિત રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોંકાવનારી અને આઘાતજનક વાત તો એ હતી કે, માથું કપાયેલી હાલતમાં મળી આવેલા બાળકનું ધડ ગાયબ હતું અને તેના માથાના ભાગમાં આંખો કાઢી લેવાયેલી હાલતમાં હતી, જેને પગલે પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. રાજકોટ બી ડિવીઝન પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને સૌપ્રથમ તો, બાળકનું ધડ શોધવાની દિશામાં યુધ્ધના ધોરણે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ સમગ્ર બનાવ અંગે હવે એફએસએલની પણ મદદ લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક પર તાંત્રિકવિધિ કરાઇ હોવાનું અને તેના કારણે બાળકની હત્યા કરાઇ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે, જો કે તેમછતાં પોલીસ સાચા કારણની દિશામાં તપાસ ચલાવી રહી છે. માત્ર પાંચ વર્ષના માસૂમ બાળકનું માત્ર કપાયેલું માથું મળી આવવાના સમાચાર વાયુવેગે ફેલાતાં રાજકોટ સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ખાસ કરીને રાજકોટમાં તો ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલી આજી નદીના પટમાંથી ૫ વર્ષના બાળકનું કાપેલું માથું મળી આવ્યું હતું. સ્થાનિક લોકો તરફથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક જ બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માત્ર બાળકનું કપાયેલું માથુ અને તે પણ આંખો કાઢી લીધેલી હાલતમાં જોઇને એક તબકકે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા. ક્રાઇમપબ્રાંચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે તાત્કાલિક આવી પહોંચ્યા હતા. પોલીસે યુધ્ધના ધોરણે તરવૈયાઓની મદદથી બાળકનું ધડ શોધવા ભારે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અંધશ્રધ્ધા કે તાંત્રિકવિધિના ભાગરૂપે બાળકની બલિ ચઢાવાઇ હોય અને તેના અંગોને વિચ્છેદ કરાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, તેમછતાં પોલીસ સમગ્ર મામલાનું સાચુ કારણ જાણવાની દિશામાં આકાશપાતાળ એક કરી રહી છે. બનાવને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

Related posts

तीन साल में टाटा मोटर्स को कर्ज मुक्त बनाने का लक्ष्य : चंद्रशेखरन

editor

सौनी योजना के तहत २१ बांध, ४८ तालाब भर चुके हैः रुपाणी

aapnugujarat

કોરોનાની બીજી લહેર શાંત થતા અમદાવાદીઓ બન્યા બેખોફ

editor

Leave a Comment

UA-96247877-1