Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્ય રાવળ યોગી સાહીત્ય, કલા અને સાંસ્કૃતિક એકેડમી દ્વારા સમાજના શ્રેષ્ઠીઓનું બહુમાન કરાયુ

ગુજરાત રાજ્ય રાવળ યોગી સાહીત્ય, કલા અને સાંસ્કૃતિક એકેડમી  (સૂચિત)ના ઉપક્રમે ગ્રંથ વિમોચન, સ્નેહ મિલન અને મહાનુભાવોનો સન્માન સમારંભ સહિત ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લક્ષ્મણદાસ મહારાજ પરીવારના સહયોગથી સાહિત્યકાર મગનભાઇ એલ રાવળ સર્જિત“યોગીવનનો ઉજાશ” ગ્રંથ અને “ગર્ભદિપ”કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિરમગામ, બાવળા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભારના રાવળ યોગી સમાજના મહાનુોભાવોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જાણીતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોર, સાહિત્યકાર રઘુવીર ચૌધરી, યોગેન્દ્ર વ્યાસ, ડો.ધીરુભાઇ પરીખ,મગનભાઇ રાવળ, બાવળાના બાબુભાઇ કે રાવળ, વિરમગામના દેવાદાસભાઇ ભગત, ચોગઠના રામભાઇ રાવળ, ગાંધીનગરના બિલ્ડર લક્ષ્ણભાઇ એસ રાવળ સહિતના રાવળ યોગી સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્રિવેણી કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના મહાનુભાવો સહિત સમગ્ર ગુજરાતના રાવળ યોગી સમાજના સંનિષ્ઠ સામાજીક કાર્યકરો, સરકારમાં કાર્યરત અને નિવૃત કર્મનિષ્ઠ અધિકારીઓ, સંતો, ભક્તો તથા સાંપ્રદાયીક આચાર્યો, સાહીત્યકારો, કલાકારો, સંસ્થાઓના સ્થાપકો, સેવકો, સરપંચ સહિતના મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી

aapnugujarat

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને માર્ગદર્શન આપવા હિંમતનગર વિભાગમાં સલાહકાર સમિતિની પુનઃરચના

aapnugujarat

સ્વાઇન ફલુ રોકવા માટે નક્કર પગલાં લેવા હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1