Aapnu Gujarat
ગુજરાત

પોસ્ટ ઓફિસની તમામ સર્વિસ ઓનલાઇન થઇ જશે

આગામી તા.૧રમી જૂનથી અમદાવાદના ૩૦ લાખથી વધુ અને રાજ્યભરના પોસ્ટઓફિસ ખાતાધારકોને બેન્કોની માફક તમામ ડિજિટલ સેવાઓનો ઓનલાઇન લાભ મળતો થઇ જશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે લિંક કરવાની કેન્દ્ર સરકારે પરવાનગી આપી દેતાં હવે પોસ્ટ ઓફિસ ખાતાધારક પણ પોતાનાં ખાતામાંથી બીજા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે એટલું જ નહીં ખાતેદાર દેશના કોઇપણ ખૂણેથી નાણાં ઉપાડી શકશે અને જમા કરાવી શકશે. બેંકોની ઓનલાઇન સેવાની સરખામણીએ પોસ્ટઓફિસની ઓનલાઇન સેવા પ્રમાણમાં સાનુકૂળ અને ગ્રાહકોને સોંઘી પડશે. કારણ કે, પોસ્ટ ઓફિસ ખાતાધારક એનઇએફટી, આરટીજીએસ અને અન્ય વૈકલ્પિક મની ટ્રાન્સફર સુવિધાનો લાભ લઇ શકશે. પોસ્ટ ઓફિસ ખાતાધારક એટીએમનો ઉપયોગ કરી શકશે તેના માટે તેણે એટીએમ સુવિધા માટેનો કોઇ ચાર્જ નહીં આપવો પડે. પોસ્ટ ઓફિસ ખાતાધારકને મોબાઇલ એલર્ટ (મેસેજ) આપશે તેનો પણ કોઇ ચાર્જ લેવામાં નહીં આવે, ક્વાર્ટરલી બેલેન્સ મેન્ટેન કરવા માટે ખાતાધારકને કોઇ ચાર્જ આપવો પડશે નહીં. ખાતાધારકને પોસ્ટ ઓફિસ ઇ-બેન્કિંગ સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપશે. અન્ય બેન્કોની સરખામણીએ પોસ્ટ ઓફિસ તેમના ખાતાધારકોને વધારે વ્યાજ આપે તેવી શકયતા છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની સુવિધા અમદાવાદ સહિત રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં શરૂ થશે. જેનાં ખાતાધારકોને ડિજિટલ બેન્ક સેવાનો લાભ મળશે પરંતુ લોન સેવાનો લાભ મળી શકશે નહીં. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થઇ રહી છે, ત્યારે પોસ્ટલ કર્મચારીઓને તેમની રજા સહિતની તમામ રજૂઆતો ઓનલાઇન ઇનેઇવથી કરવી પડશે. દરેક પોસ્ટ ઓફિસમાં સેન્ટ્રલાઇઝ સ્કીમ લાગુ થશે. અમદાવાદ જિલ્લાના અંદાજે ૩૦ લાખથી વધુ ખાતાધારકોને આ યોજનાનો ફાયદો થશે. કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતાધારકની સુકન્યા સમૃદ્ધિ કે કિસાન વિકાસ પત્ર પોલિસી હશે તે તમામ ઓનલાઇન જોઇ શકશે એટલું જ નહીં તેનાં ખાતામાં જમા થતી રકમ પણ ઓનલાઇન જોઇ શકશે એટલું જ નહીં પીએફની જાણકારી પણ ઓનલાઇન મેળવી શકાશે. નવી સિસ્ટમની હેડ કવાર્ટરમાં ટ્રાયલ લીધા બાદ અમલીકરણ થશે આગામી ટૂંક સમયમાં જ પોસ્ટ ખાતાધારકોને કોર બેન્કિંગ સેવાનો લાભ મળશે. દેશભરમાં ૧૭ કરોડ પોસ્ટ ઓફિસ બચત ખાતાં છે. ખાતાધારક માટે આ સેવા વૈકલ્પિક હશે જો તે ઇચ્છે તો તેના ખાતાને આઇપીપીબી એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. આમ, પોસ્ટઓફિસના રાજયભરના લાખો ખાતાધારકોને હવે બેંકોની જેમ ઓનલાઇન અને ડિજિટલ સેવાનો મોટો લાભ મળશે.

Related posts

बीजेपी का मास्टर स्ट्रोक नहीं झेल पाएगी कांग्रेस

aapnugujarat

ઓખીની અસર હેઠળ ગુજરાતના ૭૪ તાલુકામાં વરસાદ નોંધાયો

aapnugujarat

ધ્રાંગધ્રા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1