Aapnu Gujarat
મનોરંજન

કાઇલી જેનરનું એક ટ્‌વીટ અને સ્નેપચૈટને ૧.૩ અબજ ડોલરનું નુકસાન

સોશિયલ મીડિયા મેસેજિંગ અને મલ્ટીમીડિયા એપ સ્નૈપચેટ માટે ગુરૂવારનો દિવસ ખુબ નિરાશાજનક રહ્યો હતો. ફેસબુકના ઇન્સ્ટાગ્રામ સાથે ગળા કાપ સ્પર્ધાનો સામનો કરી રહેલા સ્નૈપચેટને કાઇલી જેનરનો એક ટ્‌વીટ ખુબ જ ભારે પડ્યો છે. બ્લુમબર્ગના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુરૂવારના દિવસે સ્નૈપચેટની પેરન્ટ કંપનીના શેર ૬.૧ ટકા સુધી ગગડી ગયા હતા. કંપનીને માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ ૧.૩ અબજ ડોલરનો ફટકો પડ્યો હતો. જો રૂપિયાની વાત કરવામાં આવે તો આ રકમ આશરે ૮૪ અબજ ૪૬ કરોડની થાય છે. હકીકતમાં આની પાછળનુ કારણ સ્નૈપચૈટની નવી ડિઝાઇનને સમજી લેવામાં આવે છે. એવા અહેવાલ આવી રહ્યા છે કે યુઝર્સ આ નવી ડિઝાઇનને પસંદ કરી રહ્યા નથી. આ મોટા ફટકાની વાર્તા બુધવારે શરૂ થઇ હતી. સેલિબ્રિટી કાઇલી જેનરના ટ્‌વીટ સાથે આની શરૂઆત થઇ હતી. કાઇલીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે શુ કોઇએ પણ સ્નૈપચેટને ખોલવાનુ બંધ કરી દીધુ છે. ટ્‌વીટર પર કાઇલી જેનેરના બે કરોડ ૪૫ લાખ ફોલોઅર્સ રહેલા છે. તેના ટ્‌વીટને અપેક્ષા મુજબના જવાબ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. કાઇલીનો આ ટ્‌વીટ ૫૦ હજારથી વધારે વખત રિટિવીટ કરવામાં આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. બે લાખ ૯૦ હજારથી વધારે ફોલોઅર્સે લાઇક કર્યા બાદ આની ચર્ચા રહી હતી. કાઇલીના ટ્‌વીટથી ચકચાર રહી હતી.
વોલ સ્ટ્રીટમાં સ્નેપચૈટના શેરમાં છ ટકા સુધીનો ઘટાડો થયો હતો. કંપનીને ૧.૩ અબજ ડોલરનુ નુકસાન થઇ ગયુ હતુ. કાઇલી જેનર સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક છે. તેના ચાહકો સમગ્ર વિશ્વમાં રહેલા છે. કાઇલી જેનરના ચાહકોની સંખ્યા ભારતમાં પણ ઓછી નથી. કાઇલીની ખુબસુરતી પર પણ મોટી સંખ્યામાં ચાહકો ફિદા રહેલા છે.

Related posts

शत्रुघ्न सिन्हा संग पहली बार म्यूजिक वीडियो में नजर आएंगी सोनाक्षी

editor

પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક મારફતે એન્ટ્રી મારશે

aapnugujarat

સુશાંત સુસાઇડ કેસમાં બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

editor

Leave a Comment

UA-96247877-1