Aapnu Gujarat
બ્લોગ

ભારત ચીનનાં દાંત ખાટા કરી દે તેટલું શક્તિશાળી

હજારો વર્ષ સુધી ભારત અને ચીન વચ્ચે દોસ્તીના સંબંધ રહ્યા છે, પરંતુ તાજેતરના ઈતિહાસમાં ચીનના શાસકો વિસ્તારવાદી સિદ્ધાંત અપનાવીને આક્રમક બન્યા છે. ત્યારથી ભારત-ચીન ભાઈ ભાઈ મટીને વેર ઘૂંટતા દુશ્મનો બની ગયા છે. ૧૯૬૨ પછી ભારત-ચીન વચ્ચે એકપણ યુદ્ધ નથી થયું, પરંતુ સ્થિતિ શાંતિ અને સૌહાર્દની પણ નથી રહી. પાકિસ્તાનનો ડોળો જેમ કાશ્મીર પર છે, તેમ ચીનનો ડોળો સતત તિબેટ પર છે.ચીન ભારત સરહદે હિમાલયની ગિરિ-કંદરાઓ હોવાથી આખો વિસ્તાર એટલો દુર્ગમ છે કે અહીં યુદ્ધના શસ્ત્રો અને સાધનો લાવવા અશક્યવત્‌ બની જાય. એ કારણે જ ૧૯૬૨પછી ચીને ફરી અટકચાળું નથી કર્યું. જોકે છેલ્લાં બે દાયકાથી ચીન ધીમી પણ મક્કમ ચાલે સરહદી વિસ્તારમાં પાકા રસ્તા બનાવી રહ્યું છે, એરપોર્ટ વિકસાવી રહ્યું છે. સ્પષ્ટ રીતે દેખાય છે કે એ સગવડો ઝડપી લશ્કરી હિલચાલ માટે જ બની રહી છે. લશ્કર સરહદ નજીક આવીને રહે છે અને સરહદને અડીને આવેલા તિબેટના પ્રદેશોમાં અવારનવાર ઘૂસી આવીને લોકો સાથે દોસ્તી કરવાના પ્રયાસ કરે છે. આપણે વાંધો લઈએ તો તરત લશ્કરના જવાનો પાછા જતા રહે છે.ચીન આ ત્રાગડો રચીને ભારતને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી સ્થિતિમાં મૂકતું જાય છે. ૧૯૬૨નું યુદ્ધ આપણે હાર્યા હતા. એટલે ચીન થોડું વધારે આત્મવિશ્વાસ દાખવી રહ્યું છે. આ બાજુ આપણી સરકારો લશ્કરી શસ્ત્રો અને ટેકનોલોજી અંગે સંશોધન કરી નવા શસ્ત્રો અને સાધનો વિકસાવનાર વિભાગ સતત નવા શસ્ત્રો વિકસાવે છે, આધુનિક શસ્ત્રો ખરીદતાં રહે છે.ચીનના ઉદ્યોગો અને લશ્કરી વિકાસ પણ ઊર્જા પર અવલંબે છે. ઉર્જા માટે ચીન આરબ દેશોમાંથી ખનિજ તેલ મંગાવે છે. ખનિજ તેલ લઈ જતાં વહાણોએ ભારતના મહાસાગરના કિનારે કિનારે થઈને જ ચીન પહોંચવું પડે છે. જો આપણે વહાણોનો આ માર્ગ બંધ કરી દઈએ તો ચીનને ગળે ટૂંપો દેવાઈ જાય. આ લટકતી તલવારથી બચવા માટે જ ચીન પાકિસ્તાનનું ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. પછી એ આરબ દેશોમાંથી લાવવાનું ખનિજ તેલ ગ્વાદર બંદરે લાવશે અને ત્યાંથી પાઈપલાઈન વાટે સીધું ચીન પહોંચાડશે. આ સગવડ વિકસી જાય કે તરત ચીન આપણી સામે લાલ આંખ કરવાની શરૂઆત કરશે. આપણે ચીનની આ નેમ પારખીને અફ્ઘાનિસ્તાનનું ચાબહાર બંદર વિકસાવવા લીધું છે જેથી યુદ્ધની સ્થિતિમાં ત્યાંથી હુમલો કરી ગ્વાદર બંદરે ચીની વહાણો અને પાઈપલાઈનમાં ભંગાણ કરી શકીએ.આપણે છ દાયકા પહેલાંથી દરિયાકિનારાની સરહદને રક્ષવા માટે વિમાનવાહક વહાણો મેળવવા લાગ્યા છીએ. ૧૯૬૧માં ખરીદાયેલા સૌપ્રથમ વિમાનવાહક વહાણ વિક્રાંતથી માંડીને હમણાં ૨૦૧૩માં જ લશ્કરને સોંપવામાં આવેલા વિક્રમાદિત્ય સુધી આપણી પાસે મજબૂત વિમાનવાહક વહાણો છે.વિક્રમાદિત્ય મૂળ રશિયાની નેવીએ બનાવેલું બાકુ વહાણ છે. તે સબમરીન વિરોધી વહાણ હતું. એની ઉપર ૧૦૦ મીલીમીટરની બે ડેકગન છે, જે ડેક ઉપરથી દુશ્મન પર ગોળા વરસાવી શકે. દુશ્મનના મિસાઈલ કે વિમાનને પાડી દેવા માટે ૧૨૦ એસએ-એન- ૯પ્રકારનું મિસાઈલ ધરાવે છે. દુશ્મનના વહાણને તોડી પાડવા માટે જીજીગ્દ-૧૨ પ્રકારના ૧૨ વિશાળ મિસાઈલથી સજ્જ છે. એની ઉપર ૩૦ મિગ-૨૯ (અથવા તેજસ) ફઈટર વિમાનોનો કાફ્લો આકાશમાં ઉડીને દુશ્મનના ધજાગરા ઉડાડી દેવા તૈયાર હોય છે.
એમની મદદ માટે ૧૨ હેલિકોપ્ટરો પણ છે.બીજું શસ્ત્ર એફ્જીએફ્‌એ ફાઈટર વિમાન છે. રશિયાની સુખોઈ કોર્પોરેશન સાથે મળીને હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બનાવવામાં આવેલા આ વિમાન ફ્ફ્થિ જનરેશન ફઈટર એરક્રાફ્ટ તરીકે ઓળખાય છે. એ દુશ્મનના વિમાનો સામે લડવામાં કુશળ છે અને દુશ્મનની ટેંક અથવા એન્ટી એરક્રાફ્ટ ગનને ફુંકી મારવામાં પણ સક્ષમ છે. એમાં છ ગાઈડેડ મિસાઈલ રાખવાની જગ્યા છે. એટલે એક વખત ઉડે તો આકાશમાંથી દુશ્મનના છ નિશાન પાકા પાડી શકે. આ મિસાઈલ ૧૦૦ કિલોમીટર દૂર સુધી જઈને નિશાન પાડી આપે છે. આ વિમાનો ચીનના જે-૨૦ ફઈટર વિમાનોનો બરાબરનો સામનો કરી શકે છે.બ્રહ્મોસ વહાણવેધી મિસાઈલ આપણા શસ્ત્રાગારનો હુકમનો એક્કો છે. આ મિસાઈલ ત્રણ રૂપમાં તૈયાર થઈ ગયું છે. વહાણ ઉપરથી છોડવા માટેના બ્રહ્મોસ, ભૂમિ પરથી છોડવા માટેના બ્રહ્મોસ અને હવામાંથી છોડવા માટેના બહ્મોસ એમ ત્રણ રૂપે આ મિસાઈલ તૈયાર છે તેમાં ૩૦૦ કિલોગ્રામ વિસ્ફેટકો ગોઠવી શકાય છે, તે કોંક્રીટની દીવાલને પણ ભેદી શકે છે. તે ૨૯૯ કિલોમીટરથી ૪૯૮ કિલોમીટર દૂર સુધી જઈને દુશ્મનનો ભુક્કો બોલાવી શકે છે.આપણી કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર ભારતીય નેવીનો હુકમનો એક્કો છે. આ ડિસ્ટ્રોયર વહાણ મહાસાગરમાં તરતું રહીને દુશ્મનના મિસાઈલને મહાસાગર પર હોય ત્યારે જ તોડી પાડી શકે છે. ઈમરજન્સીમાં એ મિસાઈલને હવામાં પણ તોડી પાડી શકે છે. આ ડિસ્ટ્રોયર પર ૬૪ રક્ષણાત્મક મિસાઈલ છે અને ૮ આક્રમક મિસાઈલ છે. આ બધા જ મિસાઈલ ગાઈડેડ છે, એટલે કે એનો શિકાર હિલચાલ કરતો હોય, ભાગી જતો હોય તો પણ એનો પીછો કરીને એને ફ્‌ંકી મારે ત્યારે જ જંપે!
આ ઉપરાંત અરિહંત ક્લાસ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન ચીનના દાંત ખાટા કરી શકે એમ છે. પાણીની અંદર છુપાઈ રહીને ચીનના વહાણો અને બંદરો તથા એરપોર્ટ પર મિસાઈલ વરસાવી શકે એમ છે. હમણાં જ રજૂઆત પામેલી ફ્લ્મિ ગાઝી એટેક જેમણે જેમણે જોઈ હશે તેમને સબમરીન અને તેની વિનાશક શક્તિનો ખ્યાલ આવી જ ગયો હશે. ફ્લ્મિમાં બતાવી છે એ સબમરીન તો સિત્તેરના દાયકાની પછાત સબમરીન હતી. આજની સબમરીન એના કરતાં દસ ગણી આધુનિક અને સો ગણી ઘાતક બની ચૂકી છે તેજ્યારે જાંબાઝ ભારતીય નૌકાદળના જવાનોના હાથમાં હોય ત્યારે ચીન માટે મોતનો પયગામ જ બની રહેવાની છે.આ સબમરીનના ભાથામાં કે-૧૫ પ્રકારના ટૂંકી રેન્જના મિસાઈલ ગોઠવી શકાય છે. અથવા કે-૪ પ્રકારના મધ્યમ અંતરના અણુબોમ્બ ધરાવતા મિસાઈલ પણ મૂકી શકાય છે. હિન્દ મહાસાગર ઉપરથી સીધા ચીનની ધરતી પર ત્રાટકી શકે એવા કે-૧૫ પ્રકારના ૭૦૦ કિલોમીટર સુધી જઈને ચીનમાં વિનાશ વેરી શકે એવા મિસાઈલ પણ ગોઠવી શકાય. આ જ પ્રકારના મિસાઈલનું એક અલગ વર્ઝન ૩૫૦૦ કિલોમીટર દૂર સુધી જઈને એટલે કે ચીનની રાજધાની બીજિંગ સુધી પહોંચીને શહેરનો નાશ કરી શકે એમ છે. આમ ચીન જો આપણી સાથે ફ્રીથી યુદ્ધ-યુદ્ધ રમવાનો પ્રયાસ કરે તો ૧૯૬૨ની જેમ માત્ર આપણને ફ્ટકો મારીને જીત નહીં મેળવી શકે. આપણું લશ્કર બરાબરની ટક્કર આપીને ચીનને પણ ખોખરું કરી પાકિસ્તાનના ૧૯૭૨માં કર્યા હતા એવા હાલ કરી શકશે. વિશ્વમાં ભારતીય સેના હાલમાં પાંચમા નંબરની સૌથી શક્તિશાળી સેના છે. સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ સ્થાન પર છે. જ્યારે આ યાદીમાં રશિયા બીજા સ્થાન પર છે. વૈશ્વિકરણ અંગે ક્રેડિટ સુસે દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ૦.૯૪ના સ્કોર સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે રશિયા ૦.૮ના સ્કોર સાથે બીજા સ્થાને છે. આવી જ રીતે ચીન ૦.૭૯ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
ભારતની વાત કરવામાં આવે તો તે ૦.૬૯ના સ્કોર સાથે પાંચમા સ્થાને છે. આ અહેવાલ બાદ ભારતીય સેનાની શક્તિથી પાકિસ્તાનને સાવધાન થઇ જવાની જરૂર છે. સાથે સાથે પાકિસ્તાનને ભારતની શક્તિની અવગણના ભારે પડી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરગ પર ગોળીબારના કારણે વારંવાર ખેંચતાણની સ્થિતી રહી છે. પાકિસ્તાને અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કર્યો છે. જેમાં ખુવારીપણ થઇ છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનને હવે સાવધાન થઇ જવાની જરૂર છે. પાકિસ્તાન ભારત કરતા ખુબ પાછળ છે. તે ૦.૪૧ના સ્કોર સાથે ૧૧માં સ્થાને છે.
વિશ્વમાં હાલમાં શસ્ત્રોને લઇને ઘટાડો કરવાની પહેલ વિશ્વભરમાં થઇ રહી છે. સાથે સાથે હથિયારો વધારી દેવી સ્પર્ધા પણ ગુપ્તરીતે ચાલી રહી છે. આવી સ્થિતીમાં આ આંકડા તમામને ચોંકાવે તેવા રહ્યા છે. ખાસ કરીને ભારતની સ્થિતીને લઇને પાકિસ્તાનને સાવધાન થવાની જરૂર છે. કારણ કે ભારતની લશ્કરી તાકાત આજે પાંચમા સ્થાને છે.

Related posts

મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે : રાજકુમાર રાવ

aapnugujarat

મસુદ અઝહર મામલે ભારતનો કુટનૈતિક વિજય

aapnugujarat

મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને આંતરિક કલહ નુકસાન પહોંચાડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1