Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંતની ફિલ્મ ‘૨.૦’ એ રિલીઝ પહેલાં જ તોડ્યો બાહુબલીની કમાણીનો આ રેકોર્ડ

પ્રભાસની ફિલ્મ બાહુબલીએ રિલીઝ થતાં પહેલાં અને રિલીઝ થયા પછી અનેક રેકોર્ડસ બનાવ્યા છે. તેમાં સૌથી મોખરે છે બાહુબલી ફિલ્મની કમાણી. કરોડોની કમાણી કરનાર આ ફિલ્મના રેકોર્ડ હજૂ સુધી કોઈ ફિલ્મ તોડી શકી નથી. પરંતુ ટુંક સમયમાં રિલીઝ થનારી એક ફિલ્મ બાહુબલીને નંબર વનથી ટુ પર લાવી દેશે.  આ ફિલ્મ છે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ‘૨.૦’. શું છે તેનું કારણ જાણી લો તમે પણ.બાહુબલી ફિલ્મના નામે અનેક રેકોર્ડ બન્યા છે. જેમાંથી એક છે ઊંચી કિંમતે ફિલ્મના રાઈટ્‌સ વેંચાયા હોવાનો રેકોર્ડ.  આ રેકોર્ડ રજનીકાંત અને અક્ષયની ફિલ્મ ૨.૦એ તોડી દીધો છે. કારણ કે આ ફિલ્મના રાઈટ્‌સ કેરળ ડિસ્ટ્રીબ્યૂશનને અંદાજે ૧૬ કરોડમાં આપવામાં આવ્યા છે. જ્યારે બાહુબલીના રાઈટ્‌સ ૧૦.૫ કરોડમાં જ વેંચાયા હતા. ૨.૦ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ રિલીઝ થવાની છે.  રિલીઝ પહેલા જ આ ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રજનીકાતંની ‘૨.૦’ ફિલ્મ ૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ ૭૦૦૦ સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવશે. જો કે આ બીગ બજેટ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું મ્યૂઝિક લોન્ચ શાનદાર રીતે દુબઈ ખાતે કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટ પાછળ પણ ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું સંગીત એ આર રહેમાને આપ્યું છે.

Related posts

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

aapnugujarat

प्रियंका चोपड़ा को मिला ‘श्रीदेवी एक्सलेंस अवॉर्ड’

aapnugujarat

કુશળ હોવા છતાં ચિત્રાંગદા ફ્લોપ રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1