Aapnu Gujarat
ગુજરાત

અનુસૂચિત જાતિના વિધાર્થીઓને શિક્ષણ ગુણવતા પ્રોત્‍સાહક યોજના અંતર્ગત ખાનગી ટયુશન સહાય અપાશે

અનુસૂચિત જાતિના વિધાર્થીઓ ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૭૫ ટકા કે તેથી વધુ (૪૫૦ કે તેથી વધુ ગુણ) મેળવનાર અને ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહ સિવાય (સામાન્‍ય પ્રવાહના) અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ધોરણ ૧૧ તથા ૧૨ માં શિક્ષણ ગુણવત્તા પ્રોત્‍સાહક (ખાનગી ટયુશન સહાય) હેઠળ લાભ આપવાની યોજના અમલમાં છે. રાજય સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજનાનું નામ ભિધાન શિક્ષણ ગુણવત્તા પ્રોત્‍સાહક સહાય યોજના કરવામાં આવેલ છે. આ બાબતે વર્ષ ૨૦૧૭માં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને ૭૫ ટકા કે તેની વધુ માર્કસ (૪૫૦ કે તેથી વધુ ગુણ) મેળવી પાસ થયેલ અને ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહ સિવાય અનુસૂચિત જાતિના પાત્રતા ધરાવતા વિધાર્થીઓને અરજી મોડામાં મોડી તા.૧૫/૯/૨૦૧૭ સુધી જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી મારફત આ કચેરીને મોકલાવી આપવાની રહેશે. મુદત વિત્‍યા બાદ અરજી સ્‍વીકારવામાં તથા ધ્‍યાને લેવામાં આવશે નહીં. આ યોજનાના અરજીફોર્મ અત્રેની કચેરીમાંથી કચેરી સમય દરમ્‍યાન મેળવી લેવાના રહેશે તેવું નાયબ નિયામક, અનુ.જાતિ કલ્‍યાણ, ભુજ-કચ્‍છ દ્વારા જણાવાયું છે.

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લાખોના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનશે

editor

કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ,આરોગ્ય અને મીડિયાકર્મીને સન્માનીત કરતા પ્રવિણ રામ*હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

editor

પેપર લીક મુદ્દે ૧૦ દિવસમાં ઉમેદવારોને વળતર નહીં મળે તો હું આક્રમક બનીશઃ શંકરસિંહ વાઘેલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1