Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં ગેરકાયદેસર રહેતા ૭૪ રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

ગઈકાલે યુપી એટીએસએ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા ૭૪ રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એટીએસને માહિતી મળી રહી હતી કે કેટલાક રોહિંગ્યા લોકો ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહે છે. આના પર એટીએસએ સ્થાનિક પોલીસ એકમોની મદદથી ઓપરેશન શરૂ કર્યું અને કુલ ૭૪ રોહિંગ્યા લોકોની ધરપકડ કરી હતી.
રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા રોહિંગ્યા લોકોમાં ૧૬ મહિલાઓ અને છોકરીઓ અને ૫૮ પુરુષો છે. આ તમામ લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર યુપી એટીએસએ રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી કુલ ૭૪ રોહિંગ્યાઓની ધરપકડ કરી છે, જેમાં મથુરામાંથી ૩૧, અલીગઢમાંથી ૧૭, ગાઝિયાબાદમાંથી ૪, હાપુડમાંથી ૧૩, મેરઠ અને સહારનપુરમાંથી ૨-૨ રોહિંગ્યાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાપુડમાંથી ૨ પુરૂષ બાળ શોષણ કરનાર અને ૧ મહિલા બાળ શોષણ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મેરઠમાંથી એક પુરુષ બાળ શોષણ કરનાર અને એક મહિલા બાળ શોષણ કરનારની ધરપકડ કરવામાં આવી છે.
યુપી એટીએસએ ગઈકાલે વહેલી સવારે મથુરામાં ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા લોકોની ધરપકડ કરી હતી. એટીએસએ મથુરા પોલીસ સાથે મળીને જૈત વિસ્તારમાં રહેતા રોહિંગ્યાની ધરપકડ કરી હતી. એટીએસઅને મથુરા પોલીસ દ્વારા લગભગ ૮ કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં ૩૧ રોહિંગ્યાઓની ધરપકડ કરવામાં આવી હતી.
વયસ્કો કરતાં બાળકોની સંખ્યા વધુ જોવા મળી હતી. ઉર્દૂની સાથે સાથે એક મૌલવી બાળકોને તમામ પ્રકારની તાલીમ આપતો હતો. આ તમામ બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા હોવાની અને અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાની માહિતી મળી હતી.

Related posts

Anusuiya Uikey takes oath as Governor of Chhattisgarh

aapnugujarat

૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને અલવિદા કહેશે શત્રુધ્ન સિંહા!?

aapnugujarat

દેવરિયા શેલ્ટર હોમમાંથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવાઈ

aapnugujarat
UA-96247877-1