Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાને હરાવવા માટે અમેરિકા અને નાટોનો સિક્રેટ પ્લાન લીક

યુએસ અને નાટોએ ભાવિ રશિયન આક્રમણ (Russia-Ukraine war) સામે યુક્રેનને મદદ કરવા માટે એક યોજના તૈયાર કરી છે. હવે આ પ્લાન સાથે જોડાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજો ઓનલાઈન લીક થયા છે. તેમાં રશિયા વિરુદ્ધ અમેરિકા અને નાટોની ઘણી વર્ગીકૃત યોજનાઓનો ઉલ્લેખ છે. આ દસ્તાવેજો ટ્વિટર અને ટેલિગ્રામ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર અને ટેલિગ્રામ એ બે મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેનો વ્યાપકપણે યુક્રેન અને રશિયામાં ઉપયોગ થાય છે. આ ગુપ્ત દસ્તાવેજો લીક થવાથી અમેરિકા ચોંકી ગયું છે. આ દસ્તાવેજોને ટોપ સિક્રેટનું લેબલ આપવામાં આવ્યું છે. બાઈડેન વહીવટીતંત્રે પેન્ટાગોનને સુરક્ષામાં ક્ષતિનો મામલો ગણીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
દસ્તાવેજોમાંની માહિતી ઓછામાં ઓછી 5 અઠવાડિયા જૂની છે. રિપોર્ટમાં સૈન્ય નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમેરિકન ટોપ સિક્રેટ દસ્તાવેજ લીક થવા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે. રશિયા હવે તેનો ઉપયોગ કરી રહ્યું છે. આ દસ્તાવેજોમાં છેડછાડ કરીને યુક્રેનના સૈનિકોના મોતના આંકડાને વધુ રજૂ કરાયા છે અને યુદ્ધ ક્ષેત્રમાં રશિયન સેનાને થયેલું નુકસાન ઓછું કરાયું છે.
અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજોમાં યુદ્ધ યોજનાઓ વિશે કોઈ માહિતી નથી અને યુક્રેન ક્યારે અને કેવી રીતે તેના આક્રમણને શરૂ કરવા માગે છે તે સ્પષ્ટ કરતું નથી. અહેવાલમાં આગામી મહિનામાં અથવા પછી રશિયન સેના દ્વારા હુમલાની ધમકી તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. દસ્તાવેજો પાંચ અઠવાડિયા જૂના હોવાથી, કોઈપણ સમયે રશિયન હુમલો થઈ શકે છે. દસ્તાવેજોમાં 12 યુક્રેનિયન લડાયક બ્રિગેડના તાલીમ કાર્યક્રમોની વિગત છે. તે એ પણ નિર્દેશ કરે છે કે આમાંથી 9ને યુએસ અને નાટો દળો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

લીક થયેલા દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુક્રેનિયન સેનાની નવ બ્રિગેડમાંથી છ 31 માર્ચ સુધી અને બાકીની 30 એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. યુક્રેનિયન બ્રિગેડમાં લગભગ 4000થી 5000 સૈનિકો હોય છે. દસ્તાવેજો યુક્રેનિયન સૈન્યને આપવામાં આવેલા શસ્ત્રોની માહિતી પણ આપે છે. તેમાં HIMARS રોકેટ સિસ્ટમનો પણ ઉલ્લેખ છે, જેણે રશિયન સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. દસ્તાવેજો એ પણ જણાવે છે કે રશિયન સેનાને બહાર ધકેલવા માટે 250 ટેન્ક અને 350થી વધુ યાંત્રિક વાહનોની જરૂર છે.

Related posts

Sri Lanka keen on enhancing connectivity with Indian ports using ferry services to facilitate easier trade, tourism

aapnugujarat

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઃ આજીવન રાજકારણથી દૂર રહેશે નવાઝ શરીફ

aapnugujarat

18 IS terrorists killed in 4 separate attacks carried out by Iraqi security forces and US-led coalition

aapnugujarat

Leave a Comment

UA-96247877-1