Aapnu Gujarat
રમતગમત

ડેવિડ મિલરની લક્ષ્યનો પીછો કરવામાં ૧૫૦થી વધુની એવરેજ

આઈપીએલ ૨૦૨૩માં ગુજરાત ટાઈટન્સની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાતે તેની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા ૧૬૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ૧૧ બોલ બાકી રહેતા ૪ વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. ગુજરાતનો એક બેટ્‌સમેન ગત સિઝનથી શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતી વખતે તેની એવરેજ ૧૫૦થી પણ વધુ હોય છે. આ બેટ્‌સમેનની બેટિંગ એવરેજ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ એવરેજ કરતા પણ સારી છે.
આ મેચમાં ડેવિડ મિલરે ૧૬ બોલમાં અણનમ ૩૧ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં મિલરનો સ્ટ્રાઈક રેટ ૧૯૪ હતો. મિલરે છેલ્લી સિઝનમાં પણ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ એક વખત આઈપીએલની એક ટીમે તેનું અપમાન કરીને તેની પાસેથી ટીમની કેપ્ટનશીપ છીનવી લીધી હતી. આઈપીએલ ૨૦૧૬માં પંજાબ કિંગ્સે ડેવિડ મિલરને જ્યોર્જ બેઈલીની જગ્યાએ કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ સિઝનમાં ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ પ્રથમ ૬માંથી ૫ મેચ હારી ગઈ હતી. આ પછી ફ્રેન્ચાઇઝીએ સિઝનની મધ્યમાં મિલર પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી હતી અને મુરલી વિજયને નવો કેપ્ટન બનાવ્યો હતો. મુરલી વિજયને કેપ્ટન બનાવ્યા બાદ પણ પંજાબ કિંગ્સના પ્રદર્શનમાં સુધારો થયો ન હતો. પંજાબ કિંગ્સ ૧૪માંથી માત્ર ૪ મેચ જીતી શકી હતી અને ટેબલમાં સૌથી નીચેના ૮મા સ્થાને રહી હતી
ડેવિડ મિલર હાલ શાનદાર ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ તરફથી તેની સરેરાશ ૧૭૬ છે. ડેવિડ મિલરે આઈપીએલ ૨૦૨૨થી અત્યાર સુધીમાં લક્ષ્યનો પીછો કરતા ૧૦માંથી ૯ મેચમાં ટીમને જીતાડી છે. આ દરમિયાન તે ૮ વખત અણનમ રહ્યો હતો. મિલરે ૧૭૬ની એવરેજથી ૩૫૧ રન બનાવ્યા છે. આઈપીએલની ગત સિઝનમાં મિલરે ક્વોલિફાયર-૧માં રાજસ્થાન રોયલ્સ સામે ૩૮ બોલમાં અણનમ ૬૮ રન ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. ફાઇનલમાં પણ તેણે ૧૯ બોલમાં અણનમ ૩૨ રન બનાવ્યા હતા.

Related posts

ભારત – વેસ્ટઈન્ડિઝ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ

aapnugujarat

गोलकीपरों को शिविर से ओलंपिक क्वालीफायर में मदद मिलेगी : श्रीजेश

aapnugujarat

પાક. ખેલાડીઓના વિઝા રદ કરતાં આઈઓસીએ ભારતમાં ગ્લોબલ ઇવેન્ટ યોજવા પર પ્રતિબંધ મુક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1