Aapnu Gujarat
ગુજરાત

પાલનપુરમાં રજા ચિઠ્ઠી વગર ગેરકાયદે કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાતાં હાઈકોર્ટમાં રિટ કરાઈ

પાલનપુરમાં નગરપાલિકાની રજાચિઠ્ઠી અને બાંધકામ પરવાનગી નહી હોવાછતાં ઉભા કરી દેવાયેલા ગેરકાયદે કોમર્શીયલ કોમ્પલેક્ષના મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, શહેરી વિકાસ સચિવ ઉપરાંત આ ગેરકાયદે બાંધકામ માટે જવાબદાર પ્રતિવાદી પક્ષકારો દેવચંદ શંકરભાઇ પટેલ, જયંતિ શંકરભાઇ પટેલ, પુષ્પા શંકરભાઇ પટેલ, નીતા સુરેશભાઇ શાહ વગેરે પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી છે અને વિવાદીત કોમર્શીયલ કોમ્પલેક્ષના કિસ્સામાં યથાવત્‌ સ્થિતિ જાળવી રાખવાનો મહત્વનો હુકમ કર્યો છે. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટના ધ્યાન પર એવી ચોંકાવનારી હકીકત મૂકાઇ હતી કે, ખુદ પાલનપુર નગરપાલિકાએ આ કોમર્શીયલ કોમ્પલેક્ષના ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસો આપી હોવાછતાં તેને અવગણીને કોમ્પલેક્ષનું ગેરકાયદે બાંધકામ કરાયું હતું. હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી.  પાલનપુરના સ્થાનિક રહીશો તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ પંથીલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાલનપુરમાં સીટી સર્વે નંબર-૧૦૮૪૨ અને ૧૩૩૫૨ના બ્લોક નંબર-૩એ અને બીની બાજુની જગ્યામાં ગેરકાયદે રીતે કોમર્શીયલ કોમ્પલેક્ષનું સામાવાળા પ્રતિવાદીઓ બાંધકામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ કોમર્શીયલ કોમ્પલેક્ષના બાંધકામ માટેની સ્થાનિક સત્તાવાળાઓની કોઇ રજાચિઠ્ઠી જ નહી હોવાછતાં પ્રતિવાદીઓએ ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવાયું છે. અરજદારપક્ષ તરફથી આ ગેરકાયદે બાંધકામ બાબતે પાલનપુર નગરપાલિકા સમક્ષ પણ રજૂઆત કરાઇ હતી અને આરટીઆઇ હેઠળ પણ માહિતી મંગાઇ હતી જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ખુદ પાલનપુર નગરપાલિકાએ ઉપરોકત ગેરકાયદે કોમર્શીયલ કોમ્પલેક્ષના મુદ્દે અવારનવાર નોટિસો આપી હોવાછતાં પ્રતિવાદીઓએ સત્તાવાળાઓને આ નોટિસોને અવગણીને ગેરકાયદે બાંધકામ ચાલુ રાખ્યું હતું. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, જો પ્રતિવાદીઓ સ્થાનિક સત્તાવાળાઓની નોટિસોને પણ ના ગણકારતા હોય અને બિન્દાસ્ત રીતે ગેરકાયદે બાંધકામ કરતા હોય તો આવા સંજોગોમાં અરજદારપક્ષને હાઇકોર્ટના દ્વાર ખખડાવવા સિવાય બીજો કોઇ વિક્લ્પ ન હતો. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી સંબંધિત પક્ષકારોને નોટિસો જારી વિવાદીત કોમ્પલેક્ષ મામલે યથાવત્‌ સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.

Related posts

सौराष्ट्र और दक्षिण गुजरात में लगातार भारी बारिश जारी रही

aapnugujarat

સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ

editor

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો તા. ૨૫ મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1