Aapnu Gujarat
Uncategorized

પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી કુલ ૩૫૦૦ કરોડનું ૧૫૦૦ કિલો હેરોઇનનો જથ્થો જપ્ત

ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓએ એક મહત્વના ઓપરેશનમાં ગુજરાતના પોરબંદરના દરિયાઇ વિસ્તારમાંથી એક વિદેશી જહાજને ઝડપી તેમાંથી રૂ.૩૫૦૦ કરોડના ૧૫૦૦ કિલો હેરોઇનનો જંગી જથ્થો પકડી પાડયો છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડાતા જબરદસ્ત સનસનાટી મચી ગઇ છે. બીજીબાજુ, આ સમગ્ર મામલામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની સાથે સાથે હવે આઇબી, પોલીસ, કસ્ટમ, ેએનસીબી, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ચિત્રમાં આવી છે અને સઘન તપાસનો દોર આરંભ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં સૌપ્રથમવાર આટલી મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દેશના ઇતિહાસમાં ડ્રગ્સનું આ સૌથી મોટુ કન્સાઇમેન્ટ દરિયામાંથી પ્રથમવાર પકડાયો હોવાનું પણ મનાઇ રહ્યું છે. ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇનપુટ્‌સના આધારે ભારતીય કોસ્ટગાર્ડે આજે સમુદ્રપાવક નામના જહાજને ગુજરાતના પોરબંદરના દરિયાઇ વિસ્તારમાંથી ઝડપી પાડયું હતું. આ જહાજ અંગે આઈબીના ઇનપુટ્‌સ બાદ ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડના અધિકારીઓએ પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની મદદથી પોરબંદરથી ૨૮ નોટીકલ માઇલ દૂર દરિયાઇ વિસ્તારમાંથી આ જહાજને આંતર્યુ હતું અને તેમાંથી રૂ.૩૫૦૦ કરોડની કિંમતના ૧૫૦૦ કિલો હેરોઇનનો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. કોસ્ટગાર્ડે ૧૫૨૫ જેટલા ડ્રગ્સના પેકેટ સાથેના આટલા મોટા ડ્રગ્સ કન્સાઇનમેન્ટ સાથે બોટમાંથી આઠ લોકોને પણ ઝડપી લીધા છે અને તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા લોકો પાસેથી બે સેટેલાઇટ ફોન સહિતનો મુદ્દામાલ પણ પકડાયો છે. આટલુ મોટુ કન્સાઇનમેન્ટ પકડાયા બાદ કસ્ટમ, એનસીબી, ગુજરાત એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી હતી અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કોના ઇશારે કયાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્ક કઇ રીતે ચાલે છે તે સહિતના મુદ્દાઓની ગંભીર અને સઘન તપાસ હાથ ધરી છે. જો કે, ભારતીય કોસ્ટગાર્ડના આજના સફળ ઓપરેશનને પગલે ડ્રગ્સ માફિયોમાં ફફડાટની લાગણી ફેલાવા સાથે જ જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી.

Related posts

  વ્હેલશાર્કને બચાવી નવજીવન આપ્યું છે : નાયબ વન સંરક્ષક સોમનાથ ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલશાર્ક દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

टाटा-मिस्त्री विवाद : उच्चतम न्यायालय ने सुरक्षित रखा फैसला

editor

પૂનમ માડમના પિતરાઈ ભાઈ નીતિન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1