Aapnu Gujarat
ગુજરાત

પાટડી તથા ધ્રાગધ્રાના રણ વિસ્તારમા વાવાઝોડાના લીધે 1800 અગરીયાઓનુ સ્થળાંતર

પાટડી થી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે,પાટડી, ધ્રાગધ્રા તથા હળવદ આ ત્રણેય તાલુકાના છેવાડે કચ્છના નાના રણ તરીકે જાણીતો રણ વિસ્તાર છે. અહિ અનેક અગરીયા પરીવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મીઠાનું ઉત્પાદન કરે છે. તેવામાં હાલ રાજ્યમા કોરોનાની ઘાતક લહેર ધીરી પડતાની સાથે જ એક નવી મુશીબતે જન્મ લીધો છે અને આ મુશીબતને “તૌક્તે” નામ આપવામા આવ્યુ છે તૌક્તે વાવાઝોડુ ગુજરાતથી માત્ર થોડા કિમી દુર છે અને હવામાન વિભાગના જણાવ્યુ અનુશાર આ વાવાઝોડુ ગુજરાત પાસે ત્રાટકી શકે છે જેના લીધે કેટલાક વિસ્તારો પ્રભાવિત થશે જેના પગલે ધ્રાગધ્રા તથા પાટડી સરકારી તંત્ર દ્વારા હાલ વાવાઝોડાને પહોચી વળવા પહેલાથી જ સમય સુચકતા દશાઁવી રણ વિસ્તારમા મીઠુ પકવતા આશરે 1800 અગરીયા પરીવારોને રણ વિસ્તારમાથી શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરાવ્યુ છે જોકે સરકારી તંત્ર દ્વારા હાલ તમામ પ્રકારની કામગીરી ચાલુ છે પરંતુ સંભાવના એવી પણ છે કે રઞ વિસ્તારના ગામડાઓ પણ પ્રભાવિત થઇ શકે છે જેથી પુવઁ આયોજીત કાયઁવાહીના ભાગ રૂપે પાટડી મામલતદાર, ડે.કલેક્ટર સહિતના સ્ટાફે જરુરી સુચનો આપી વાવાઝોડા પ્રભાવીત વિસ્તારોને પહોચી વળવા ખાસ પ્રકારની કાયઁવાહી હાથ ધરાઇ ચુકી છે.

Related posts

પૂર્વ અમદાવાદમાં અઠવાડિયામાં ૪ મહિલા સહિત ૧૦ પુરુષોએ કર્યો આપઘાત

editor

૪ વર્ષમાં ૧૪ કરોડનાં ડસ્ટબિન લોકોને અપાયા

aapnugujarat

वडनगर टुरिस्ट सर्किट के लिए १०० करोड़ मिले है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1