Aapnu Gujarat
ગુજરાત

મોરારી બાપુએ કોરોના મહામારીમાં ૧ કરોડનાં દાનની કરી જાહેરાત

હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. જો કે આ કપરી સ્થિતીમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી છે. જેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને તેના સંલગ્ન સેવા કર્મચારીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે. બાકીના ૯૫ લાખ રૂપિયા આગામી દિવસોમાં નાણાકીય સહાય રૂપે મળશે. તેમાં પચ્ચીસ પચ્ચીસ લાખ રૂપિયા, રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા ચાર તાલુકાના કોરોના સંદર્ભમાં જરૂરિયાત પ્રમાણે વાપરવામાં આવશે. રાજુલા ખાતે ૧૦ જેટલા યજમાન પરિવારની હાજરીમા જ રામકથા ચાલી રહી છે.રાજુલા ખાતે મહાત્મા આરોગ્ય ગાંધી હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથા ચાલી રહી છે. આ કથામાં આરટી પીસીઆર ટેસ્ટ બાદ જ પ્રવેશ મળે છે. આજે બાપુની મોટી જાહેરાતને લોકોએ વધાવી હતી. અગ્રણીઓ દ્વારા તેમના તરફથી પણ યથાયોગ્ય મદદ માટે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Related posts

પાદરા-જંબુસર હાઈ-વે પર બે દિવસમાં છનાં મોત

aapnugujarat

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સરકારી છાત્રાલયમાં ઓનલાઈન અરજીથી પ્રવેશ મળશે

editor

આશા ફાઉન્ડેશને તરછોડાયેલા વિદેશી શ્વાનોને આશરો આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1