Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લખનૌની કેજીએમયુ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગતાં દર્દીઓમાં ભાગદોડ

લખનૌની કેજીએમયુ હોસ્ટિપટલના ટ્રોમા સેન્ટરમાં શનિવારની સાજે ભીષણ આગ ફાટીની નીકળતા સગાઓની સાથે દર્દીઓમાં પણ નાસભાગ મચી હતી.
આગ ઓલવવા ફાયર બ્રિગેડને પાંચ કલાક સુધી પરિશ્રમ કરવો પડ્યો હતો. દર્દીઓને તેમના સગા ખભે ઉચકી કે ગોદમાં લઈ ભાગતાં દેખાતા હતાં. કેટલાક દર્દીઓને તો ફૂટપાથ પર જ રહેવાની ફરજ પડી હતી. શોર્ટ સર્કિટને કારણે હોસ્પિટલના બીજા માળે આગનો આરંભ થયો હતો, ત્યારબાદ ત્રીજો માળે પણ આગ ફેલાઈ હતી. આગને પગલે સમગ્ર ટ્રોમા સેન્ટરના દર્દીઓ ટ્રોમામાં સરી પડ્યા હતાં. અનેક દર્દીઓ વેન્ટિલેટર પર હતાં. આથી ટ્રોમા સેન્ટરની બહાર આવતાં જ તેમની તબિયત લથડી હતી. ટ્રોમા સેન્ટરમાંથી બાળ રોગ વિભાગમાં લાવવામાં આવેલા અનેક નવજાત બાળકોનો પણ આમાં સમાવેશ થતો હતો. આગને કાબુમાં લેવા ફાયર બ્રગેડના ૧૦ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રોમા સેન્ટરમાં આગ ઓલવવા માટે મુકાયેલી સામગ્રી પર ઉપયોગી નીવડી ન હતી. આટલું જ નહીં ફાયર એલાર્મનો અવાજ પણ સંભળાયો ન હતો. બીજા માળે આગ લાગી ત્યારે હોસ્પિટલમાં પાંચ ઓપરેશન ચાલુ હતા. આગના ચાર કલાક પછી દર્દીઓની સારવારનો ફરી આરંભ કરી દેવાયો હતો.

Related posts

શિહોરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તાલીમ યોજાઇ

aapnugujarat

ડિઝલના ભાવ મુદ્દે ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રકોના પૈડા થંભી જશે

editor

જમ્મુ કાશ્મીરમાં જીએસટીને અમલી કરવા થયેલ ઠરાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1