Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે તા. ૧૦ થી તા. ૧૫ મી જુલાઇ દરમિયાન બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન

નર્મદા જિલ્લામાં તા. ૧૦ થી તા. ૧૫ મી જુલાઇ- ૨૦૧૭ દરમિયાન બાળ ફિલ્મ મહોત્સવની હાથ ધરાયેલી ઉજવણી દરમિયાન જિલ્લાનાં મુખ્ય મથક રાજપીપલા ખાતેની મુક્તા A2 સિનેમા ખાતે દરરોજ સવારે ૧૦=૦૦ કલાકે જુદી-જુદી બાળ ફિલ્મો પ્રદર્શિત થનાર છે. જેમાં રાજપીપલા ખાતેની વિવિધ શાળાનાં ધો-૬ થી ૮ ના અંદાજે ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ દરરોજ તેનો લાભ મેળવશે અને સમગ્ર ઉજવણી દરમિયાન અંદાજે ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેવાય તેવું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે.

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.બારીયા, મુક્તા સિનેમાનાં સંચાલકશ્રી વગેરેની ઉપસ્થિતિમાં બાળ ફિલ્મ મહોત્સવની ઉજવણીનાં આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળી રહે તેવો આ ઉજવણીનો મુખ્ય આશય અને હેતુ રહેલો છે. તા. ૧૦ મીનાં રોજ ફિલ્મ મહોત્સવના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, શિક્ષણવિદો, વડીલો વગેરે પ્રેરક હાજરી થકી બાળકોને પ્રોત્સાહિત કરાશે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બાળ ફિલ્મોત્સવનાં થયેલા આયોજન મુજબ તા. ૧૦ મી જુલાઇનાં રોજ આઇ એમ કલામ, તા. ૧૧ મી એ મસ્તીખોર, તા. ૧૨ મી એ ફેરારીની સવારી, તા. ૧૩ મી એ જલપરી – ધ ડેસર્ટ મરમેઇડ, તા. ૧૪ મી એ હવાહવાઇ અને તા. ૧૫ મી એ મીશન મમ્મી જેવી ફિલ્મો દર્શાવાશે.

રાજપીપલા ખાતે થનારી બાળ ફિલ્મ મહોત્સવની આ ઉજવણી સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી. બારીયા તરફથી સંબંધિત શાળાઓને જરૂરી સૂચનાઓ અપાઇ છે અને ધો- ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ આ ફિલ્મો નિહાળવાનો લાભ લે તે માટેની આનુષંગિક જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવા જણાવાયું છે.

Related posts

નિવૃત્ત પ્રોફેસર્સને સેટ ઓફ કર્યા બાદ પેન્શન ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં પકડાયેલ સંદિપસિંહની જામીન મામલે સુનાવણી ૧૪મી સુધી મોકૂફ

aapnugujarat

ભાજપરાજમાં સીબીએસઇની ધો-૧૦-૧૨ની પરીક્ષા ફીમાં બમણો વધારો : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1