Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપનો મોટો દાવ : કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર છે. તાજેતરમાં જ રાજનીતિમાં આવેલા ‘મેટ્રો મેન’ ઈ. શ્રીધરન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ચહેરો થવા જઇ રહ્યા છે. તેમણે ગત ૨૫ ફેબ્રુઆરીના બીજેપીની સદસ્યતા લીધી છે. ગુરૂવારના તેમણે કહ્યું કે, તેઓ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન એટલે કે ડ્ઢસ્ઇઝ્રથી રાજીનામું આપ્યા બાદ જ ચૂંટણીમાં નામાંકન દાખલ કરશે. પાર્ટીમાં તેમના સામેલ થવાની સાથે જ સીએમ પદની અટકળો લગાવવામાં આવી રહી હતી.
દેશભરમાં ‘મેટ્રો મેન’ના નામથી જાણીતા ઈ. શ્રીધરન કેરળમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રને આની જાહેરાત કરી છે. તેઓ અત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે, “પાર્ટી જલદી બીજા ઉમેદવારોની યાદી પણ જાહેર કરશે.” ગુરૂવારના શ્રીધરને કહ્યું કે, તેમણે હજુ સુધી સીટનો નિર્ણય નથી લીધો. તેમણે કહ્યું કે, “હું કોઈ પણ સીટથી લડવા માટે તૈયાર છું, મારી જીત નક્કી છે. મને પાક્કો ભરોસો છે કે બીજેપી સત્તામાં આવશે. તેમણે કહ્યું કે, હું એવી સીટથી ચૂંટણી લડવા ઇચ્છુ છું જે મલપ્પુરમમાં પોનાનીથી દૂર ના હોય, જ્યાં હું રહું છું.”
તેમણે પહેલા પણ રાજ્યમાં સીએમ પદની ઇચ્છા જાહેર કરી હતી. ખાસ વાત એ છે કે લેફ્ટ પાર્ટીના શાસનવાળા રાજ્યમાં બીજેપી શ્રીધરનની મદદથી દક્ષિણ ભારતીય પ્રદેશમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં ૧૪૦ સીટો પર ચૂંટણી થવા જઇ રહી છે. શ્રીધરને જાહેરાત કરી દીધી છે કે ડીએમઆરસી ની વર્દીમાં ગુરૂવારના તેમનો અંતિમ દિવસ હશે. તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. સરકારે શ્રીધરનને પલરીવોટ્ટમ ફ્લાયઑવર પ્રોજેક્ટના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા હતા.
આને પણ રાજનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું હતુ. અંતિમ નિરીક્ષણ બાદ શ્રીધરને પત્રકારોથી વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ ધારાસભ્ય અથવા બીજા કોઈ પદ પર રહેતા પ્રોજેક્ટની દેખરેખ કરશે. તેમણે કહ્યું કે, “ભલે હું આવું છું, હું આ વર્દીમાં નહીં રહું. એ ખાતરી રહે કે મારે આ પ્રોજેક્ટ્‌સની દેખરેખ કરવાની છે.” તેમણે કહ્યું કે, “ધારાસભ્ય અથવા બીજું કોઈ પણ પદ હોય, જ્યારે કામ ચાલી રહ્યું હશે ત્યારે મારે જરૂર દેખરેખ કરવી પડશે.

Related posts

Wall collapse in Mumbai’s Malad East, 27 died

aapnugujarat

આસામમાં ૧૨૮૧ મદરેસા કાયમ માટે બંધ કરાયા

aapnugujarat

कैप्टन की लीडरशिप में पिछड़ गया पंजाब : बादल

editor

Leave a Comment

UA-96247877-1